સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ દ્વારા આજે વહેલી સવારે શહેરના ટાંકી ચોક વિસ્તારમાં વેપારીઓએ ધંધા-રોજગાર ખોલતા માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સતત કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે જિલ્લાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું તે આજે સવારે પૂર્ણ થતા ધંધા રોજગારો વેપારીઓ દ્વારા વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા પ્રશાસન વિભાગની સૂચનાથી સીટી પોલીસ દ્વારા શહેર બંધ કરાવવા માટે પીએસઆઇ સહિતનો સ્ટાફ શહેરી વિસ્તારમાં નીકળ્યો હતો.
તે સમયે શહેરના ટાંકી ચોક વિસ્તારમાં વહેલી સવારે ધંધો-રોજગાર ખોલનાર વેપારીઓને સીટી પોલીસ મથકના પીએસઆઇ તથા હેડ કોન્સ્ટેબલ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે વહેલી સવારે સીટી પોલીસ તંત્ર ગામ બંધ કરાવવા માટે નીકળ્યાં તે સમયે તેના ટાંકી ચોક વિસ્તારમાં ધંધો-રોજગાર ખુલો રાખનાર વેપારીઓને જાહેરમાં મારી અને અટકાયત કરવામાં આવી હોવાની ચર્ચા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ફેલાઈ જવા પામી છે.
ત્યારે બીજી તરફ રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધંધા રોજગારો પોલીસની રહેમત દ્રષ્ટિથી ચાલુ રહેતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે વહેલી સવારે સિટી પોલીસે સ્વેચ્છિક લોકડાઉનમાં પણ ધંધો-રોજગાર ખોલનાર વેપારીઓને માર મારવામાં આવ્યો છે જાહેરમાં માર મારતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે.