શહેર પોલીસે અલગ અલગ છ સ્થળોએ રમતા શ્રાવણીયા જુગાર પર દરોડા પાડી ૩૦ જેટલા પત્તાપ્રેમીઓને ઝડપી લઇ રૂા ૯૬ હજારની રોકડ કબજે કરી હતી જયારે પોલીસે ગીતાનગર, નરસંગપરા સહીત ત્રણ સ્થળોએ વિદેશી દારુની ૭૩ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી પાડયા હતા.આ અંગેની વિગત મુજબ માર્કેટ યાર્ડમાં ડુંગળી વિભાગમાં જુગાર રમતો હરેશ લાખા મકવાણા, રમેશ ભગા ચાવડીયા સહીતએ શખ્સોને બી ડીવીઝન પોલીસે જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂા ૪૨૫૦ કબ્જે કર્યા છે.

જયારે ભકિતનગરના પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ્ટેબલ દેવાભાઇ, ભાવેશભાઇ, મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ સહીતના સ્ટાફ બાબરીયા કોલોનીમાં જુગાર રમતા રણજીતસિંહ ભુપેન્દ્રસિંહ બારડ, ગજરાબા નરેન્દ્રસિંહ, લાભુબેન રસીકભાઇ, સામત ઉર્ફે ધમો જેસડ,રાજેશ જયંતિ રામાવાત, હીતેશ દિલીપ સહીત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂા ૧૯૧૫૦ કબજે કરી છે. જયારે અન્ય એક દરોડામાં ભકિતનગર પોલીસે કોઠારીયા કોલોનીમાં જુગાર રમતા પ્રદીપ વાલજી ભંડેરી, નીશાંત કાન્તી પરસાણા, જય કિશોર મોળીયા, ધર્મેશ પરસોતમ હાર્દિક વલ્લભ, હાર્દિક ગોરધન અલ્પેશ કાંન્તી, દિવ્યેશ ગોરધ, હીરેન ધનજી, હર્ષદ ચકુ, નીલેશ રમેશ નશીત સહીત ૧૧ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂા ૩૮૪૨૦ કબ્જે કર્યા છે.

જયારે આજી ડેમ પોલીસે માંડાડુંગર પાસે માધવ વાટીકા માં દરોડો પાડતા જુગાર રમતા સુરેશ ઉર્ફે જગા, ભીખા સાકારીયા, અલ્પેશ અરવિંદ, અરવિંદ ગોવિંદ, પ્રવીણ મોહન, પ્રવીણ મોહન સહીત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ ની રોકડ રૂા ૨૨૦૪૦ કબ્જે કર્યા છે.

security-system-intensified-in-the-city-checking-at-the-train-station
security-system-intensified-in-the-city-checking-at-the-train-station

જયારે પે્રમનગર પોલીસે સદર બજારમાં દુર્ગેશ હોટલ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂા ૧૧૬૦૦ કબ્જે કર્યા છે.જયારે ભકિતનગર ના એ.એસ.આઇ. સુભાષભાઇ સહીતના સ્ટાફે ગીતાનગર મેઇન રોડ પર અલકનંદા એપાર્ટમેન્ટ પાસેથી હીરેન કાન્તી ખુંટ, મુકેશ ઉર્ફે હકકો મનસુખ મછોયા નામના બે સ્થળોએ વિદેશી દારુની ૧૮ બોટલ કિંમત રૂા ૫૪૦૦ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.જયારે માલવીયાનગર પોલીસે દોશી હોસ્પિટલના પાકીંગમાં પહેલી રીક્ષા નંબર જીજે ૧ બીઝેડ ૩૭૯૪ માં વિદેશીદારુની ૩૬ બોટલ કિંમત રૂા ૧૪૪૦૦ નો મુદામાલ મળી આવતા રીક્ષા ચાલકની શોધખોળ આદરી છે.જયારે પ્ર.નગર પોલીસે જુની કલેકટર કચેરી પાસે આવેલા નરસંગ પરામાંથી વિદેશી દારૂ ૧૯ બોટલ કિંમત રૂા ૧૨૬૦૦ ના મુદામાલ સાથે ધર્મેશ ઉર્ફે ધમો લાલજી વાઘેલાની ધરપકડ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.