ધ્રાંગધ્રા પંથકમાં કેટલાક એવા પણ ગામો છે જે દેશીદારૂનું હબ ગણાય છે.
જેમાં રાજપર, માલવણ, નિમકનગર સહિતના ગામોના સીમ વિસ્તારોમાં દેશી દારૂયની ભઠ્ઠીઓ જાહેરમાં જોવા મળે છે. અહીંથી દરરોજ હજારો લીટર દેશીદારૂ ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય તાલુકામાં પણ પહોંચાડવામાં આવે છે ત્યારે હાલમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ રજા ઉપર હોવાથી અહીંનો ચાર્જ ધ્રાંગધ્રા સીટીના પીઆઈ એન.કે.વ્યાસને સોંપાતા દેશીદારૂના વેચાણ અને દેશીદારૂ બનાવતા તમામ શખ્સો પર તવાઈ હાથધરી દરેક દારૂ બનાવનારને ધુળ ચાટતા કરી દીધા છે.
જેમાં દિવસભર દાના અડ્ડાઓની બાતમી લઈ દરેક દેશીદારૂની ભઠ્ઠી પર બનતા દારૂનો મોટો જથ્થો પકડી પાડી દારૂનો નાશ કરાયો હતો. માલવણ ગામે સીમ વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ૩૦૦ લીટર દેશીદારૂ સાથે વાલજી ભવાનજીભાઈ ગોત્રકીયાને ઝડપી પાડી પુછપરછમાં દારૂની ભઠ્ઠી વાસુ ગુગાભાઈ કોળીની હોવાનું જણાવતા બંને પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે રાજપર ગામેથી દરોડા કરી ૫૫૦ લીટર દેશીદારૂ સાથે વિક્રમ વાસુભાઈ ગેડાણીને ઝડપી પાડી અનેક જગ્યાએ દરોડા કરી બેથીત્રણ શખ્સોને દારૂ પીધેલી હાલતમાં પણ ઝડપી પાડયા હતા.