વાહન ચેકીંગ દરમિયાન ઈકો, રીક્ષા અને બાઈકમાં નીકળેલા પાંચ પિધેલા ઝડપાયા
રાજકોટ શહેરમાં ગઈકાલે શહેર પોલીસે ઠેર ઠેર દેશીદારૂના હાટડા પર દરોડા પાડી એક મહિલા સહિત છ શખ્સોને ઝડપી લઈ રૂા. ૬૩૦ની કિંમતનો ૪૫ લીટર દારૂ પકડી પાડયો હતો જયારે વાહક ચેકીંગ દરમ્યાન ઈકો રીક્ષા અને બાઈકમાં પીધેલી હાલતમાં નીકળતા પાંચ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ગઈકાલે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચનાથી શહેરભરમાં દેશીદારૂ અંગે ડ્રાઈવ રાખવામાં આવતા એ. ડીવીઝન પોલીસનાં હેડ કોન્સ્ટેબલ હારૂનભાઈ ચાનીયાએ નવયુગપરા શેરી ૪માં દરોડો પાડતા હીરીબેન જીવરાજ ભટી નામની ઓડ મહિલાને રૂા.૮૦ની કિંમતનોચાર લીટર દેશી દારૂ સાથે ધરપકડકરી છે. બી.ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધગલએ કુવાડવા રોડ પર લાલપરી નદીના પુલ પાસેથી ૧૬૦ની કિમંતના આઠ લીટર દેશી દારૂ સાથે વાંકાનેરના અસરસરનો વિશાળ નનજી સિતાપરા ને પોલીસે પકડી લીધો હતો. જયારે થોરાળા પોલીસના હેડ કોન્સ્ટેબલ એ.જી. પરમાર એ કુબલીયા પરામાં ચંદ્રીકાપાન પાસે રહેતો ભરત હરીને ૨ લીટર રૂા.૪૦ના દારૂ સાથે ઝડપી લીધો હતો.
જયારે ભકિતનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયાએ સોરઠીયા વે-બ્રીજ પાસે ૮૦ ફૂટ રોડ પરથી કુબલીયા પરાનામંગલ બાબુ મકવાણા નામના શખસને રૂા.૩૦૦ની કિમંતના ૧૫ લીટર દેશીદારૂ સાથે ઝડપી લીધો હતો માલવીયા પોલીસના પી.એસ.આઈ. જે.એસ. ચંપાવત સહિતના સ્ટાફે નાના સવા રોડ પર આવલે લક્ષ્મીનગ શાર્ક માર્કેટ પાછળથી દેવનગરમાં રહેતો મેહુલ આલજી વોરા નામના શખ્સને ૨૨૦ની કિમંતના ૧૧ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો જયારે અન્ય એક દરોડામાં ગાંધીગ્રામ ૨ યુની. પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.એમ. સોંદરવાએ ગંગોત્રી પાર્કની સામે અમરનાથ સોસાયટી પાસેથી મધરવાડા ગામના રાજેશ કેશુ દુધરેજીયાને રૂા.૧૦૦ની કિમંતના દેશીદારૂ સાથે પકડી લીધો હતો.
જયારે શહેર પોલીસ દ્વારા દેશી દારૂની બદીને ડામી દેવાની સાથે સાથે શહેરના માર્ગો પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભકિતનગ પોલીસે દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો શેઝાદક હનીફ નામનો શખ્સ પીધેલી હાલતમાં પોતાની રીક્ષા લઈ ગાયત્રીનગર મેઈનરોડ પરથી નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. જયારે ઘનશ્યામનગરમાં રહેતો કૈલાશ દેવરાજ ચારણને રીક્ષામાં પીધેલી હાલતમાં ગાયત્રીનગર મેઈન રોડ પરથક્ષ પોલીસે દબોચી લીધો હતો. જયારે કીટીપરા મફતીયાપરા પાસેથી પ્ર.નગર પોલીસે સદર બજારમાં રહેતો નિદીપ ઉર્ફે નિલેશ તલકસિંહ ચૌહાણ નામના શખસની બાઈકપર પીધેલી હાલતમાં નિકળતા ધરપકડ કરવામાં આવી છે.જયારે તાલુકા પોલીસનાં પીએસઆઈ એનડી ડામોરએ વાજડી ચોકડી પાસેથી ઈકો કાર લઈ પીધેલી હાલતમાં નિકળેલો ગોવિંદનગરનો મનસુખ પરસોતમ કોરાટની ધરપકડ કરી કાર કબ્જે કરી હતી જયારે ગાંધીગ્રામ ૨ યુનિવર્સિટી પોલીસે પંચાયતનગર પાસે મેઘાણી ટાવરમાં રહેતો રાકેશ મનસુખ સોલંકીને પીધેલી હાલતમાં બાઈક પર નીકળતા સાધુવાસવાણી રોડ પરથી દબોચી લીધો હતો જયારે આજીડેમ પોલીસે ગોંડલ રોડ પર રહેતો ભરતધન ઉર્ફે સુમદાન દેથામારૂને કોઠારીયા સોલ્વટ પાસેથી છરી સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.