19 સ્થળે યુનિ. પોલીસે પાડયા દરોડા: હદપારી સહિત ચાર મહીલાની ધરપકડ
શહેરના પશ્ર્ચિમ વિભાગનાં સ્લમ વિસ્તારમાં દેશીદારૂના હાટડા પર વહેલી સવારે યુનિ. પોલીસ મથકના સ્ટાફે 18 સ્થળે દરોડો પાડી દેશીદારુ સાથે ચાર મહિલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સ્લમ વિસ્તારમાં ગૃહ ઉઘોગની જેમ ધમધમતા દેશીદારુના દુષણને ડામી દેવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે પશ્ર્ચિમ અગ્રવાલે આપેલી સુચનાને પગલે પશ્ર્ચિમ વિભાગના એસીપી પી.કે. દીયોરા ના માર્ગદર્શન હેઠળ યુનિ. પોલીસ મથકના પી.આઇ. એ.એસ. ચાવડા અને પીએસઆઇ એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રૈયા ધાર વિસ્તારમાં દરોડા પાડયા હતા.
દરોડા દરમ્યાન રૈયાધારા મફતિયાપરામાં રહેતા અનિતાબેન દિપક સોલંકી, ચંદાબેન પ્રદીપ મુખર્જી, સોનલ રાજુ વાજેલીયા અને સોનલબેન વિક્રમ બાજેલીયાની દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા જયારે અન્ય દેશીદારૂના જથ્થા સાથે સંકાયેલા 14 શખ્સોના મકાનમાં દરોડા પાડયા હતા.પ્રાથમિક તપાસમાં સોનલબેન હરપારી હોવા છતાં પોતાના ઘરેથી મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.