- જામનગર: કાલાવડના ઉમરાળા ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: 5 જુગારી ઝડપાયા
- કુલ કીમત રૂ.2.13 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસે રેડ પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસની રેડને પગલે પત્તા ટીંચતા અડધો ડઝન પત્તાપ્રેમીઓ રંગેહાથ પકડાયા હતાં. જે તમામના કબ્જામાંથી રોકડ સહિત રૂા.2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામે રહેતાં ઉપેન્દ્રભાઇ નારણભાઇ ભંડેરી પોતાના અંગત ફાયદા માટે પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યાં છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉપેન્દ્રભાઇ ભંડેરીની વાડીએ દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન પોલીસે ઉપેન્દ્ર નારણભાઇ ભંડેરી (ઉ.વ.44, રહે.ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર), વસંતભાઇ ઉર્ફ ભુપત ચનભાઇ સાવલીયા (ઉ.વ.55, રહે.ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર), કીશોરભાઇ ઉર્ફ લાલો ભાણજીભાઇ શિંગાળા (ઉ.વ.34, રહે.ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર), સવદાસભાઇ પાંચાભાઇ દોંગા (ઉ.વ.57, રહે.ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર), મીતુલભાઇ કેશવજીભાઇ દોંગા (ઉ.વ.36, રહે.ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર), કૌશીકભાઇ બાબુભાઇ સાવલીયા (ઉ.વ.33, રહે.મકાન નં.15/33 શેરી નં.5 મયુર ટાઉનશીપ મારૂ કંસારા હોલની સામે જામનગર મુળ-ઉમરાળા ગામ તા.કાલાવડ જી.જામનગર) નામના છ શખ્સોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા હતાં. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રૂા.53,240 રોકડા, રૂા.30,000 ની કિંમતના છ મોબાઇલ ફોન,રૂા.1,00,000 ની કિંમતની એક કાર અને રૂ.30,000 ની કિંમતનું એક બાઇક સહિત કુલ રૂા.2,13,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામન શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : સાગર સંઘાણી