રાજકોટ જિલ્લાના જસદણ, વિછીંયાના બધાળી, જામંકોરણાના બરડીયા અને જેતપુર તાલુકાના સિરધારપુર ગામે પોલીસે જુગાર અંગેના દરોડા પાડી રૂા.3.85 લાખના મુદામાલ સાથે 26 શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના ચીતલીયા રોડ પર રહેતા જીવા નરશી ભુવાની કોઠી રોડ પર આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમતા જસદણના દિનેશ મનજી હીરપરા, ગોરધન લક્ષ્મણ સદાદીયા, રઉફ જીકર ખીમાણી, ગોવિંદ પ્રેમજી ડાભી, કિરીટ ભીમજી લોદરીયા, દયાળ ખંગાર સોવસીયા, નવનીત ખંગાર સોવસીયા, બકુલ શામજી યાદવ, શામજી જગદીશ બાવળીયા અને અશોક મોહન વાળા નામના શખ્સોની એલસીબી પી.આઇ. એ.આર. ગોહિલ, પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા અને પ્રહલાદસિંહ રાઠોડ સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂા.36,740 રોકડા, આઠ મોબાઇલ, પાંચ બાઇક મળી રૂા.1.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન જીવા નરશી ભુવા ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.
જયારે જેતપુર તાલુકાના સરધાપુર ગામની સીમમાં જુગાર રમતા જેતપુરના શામજી ઉર્ફે સોમા ઉકા કાલીયા, રાકેસ બચુ ગોહેલ, રાજુ અમી ખોખર અને સંજય અનિલ સુબા નામના શખ્સોને રૂા.30,500ની રોકડ સાથે ધરપકડ કરી કાર અને મોબાઇલ મળી રૂા.1.59 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન અચુ, જયેશ ઉર્ફે ભયલુ પાદરીયા અને ઢેલીબેન ઓડેદરા ભાગી જતા શોધખોળ હાથધરી છે.
વિછીંયા તાલુકાના બંધાળી ગામ જાહેરમાં જુગાર રમતા ભરત છગનભાઇ સોલંકી, વલ્લભ ઉર્ફે કનો મકા કમેજાળીયા, શંભુ કેશા સોલંકી, ધના દુદા ગોહેલ, મનુ દેહા ચાવડા અને ભરત ભના તાવીયા નામના શખ્સોની રૂા.86,200ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નરેશ મનુ ચાવડા નામનો શખ્સ ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.
જામકંડોરણા તાલુકાના બરડીયા ગામે જાહેર જુગાર રમતા ભરત હીરજી કાથોટીયા, પ્રવિણ ઉર્ફે કનુ પ્રેમજી ભુત, ભીખુ ઉર્ફે ભડો કરશન સોલંકી, હસમુખ હરી જાગાણી અને રામજી ઉર્ફે રામ મનજી ભુત નામના શખ્સોને રૂા.19,210ની રોકડ સાથે ધરપકડ કરી છે.