ધ્રાગધ્રા પંથકના દરેક ગામોમા ચાલતા દેશીદારુનુ વેચાણ તથા દેશીદારુની ભઠ્ઠી ચલાવતા બુટલેગરો પર અહિની સ્થાનિક પોલીસના આશીઁવાદ છે. જેથી મોટા ભાગના દેશીદારુની ભઠ્ઠી ખુલ્લેઆમ ચાલતી હોય જેની નામ સાથેની ફરીયાદ અગાઉ ઠાકોર સેના દ્વારા કરાઇ છતા પણ આ ભઠ્ઠીઓને બંધ કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા કોઇજાતના પગલા લેવાયા નથી ત્યારે દેશીદારુથી ધ્રાગધ્રા પંથકના અનેક લોકો બબાઁદી તરફ વળી રહ્યા છે અને દારુથી કેટલાક લોકો મોતને પણ ભેટે છે.
ત્યારે ધ્રાગધ્રા પંથકમા ચાલતી અનેક દેશીદારુની ભઠ્ઠીઓને સદંતર બંધ કરવા માટે ડીવાયએસપી આર.બી.દેવધાની સુચના હેઠળ સ્પેશીયલ સ્ક્વોડના એ.એસ.આઇ રણછોડભાઇ ભરવાડ, પંકજભાઇ દુલેરા, ચેતનભાઇ ગોસાઇ સહિતનો સ્ટાફ ધ્રાગન્રા તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગ સમયે બાતમી મળતા ગાળા ગામની સીમ નજીક આવેલા તળાવ પાસે દેશીદારુની ભઠ્ઠી હોવાની જાણ સાથે તુરંત આ સ્થળે દરોડો કરાયો હતો દરોડા દરમિયાન હરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા નામનો શખ્સ નાશીછુટ્યો હતો જ્યારે પોલીસે દરોડો કરી સ્થળ પરથી દેશીદારુ લીટર ૨૦ કિમત રુપિયા ૪૦૦ , લીટર ૧૮૯૦ કિમત રુપિયા ૩૭૮૦ તથા ભઠ્ઠીના સાધનોકિમત રુપિયા ૧૫૫૦ એમ કુલમળી ૫૭૩૦નો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલ શખ્સ વિરુધ્ધ ગૃન્હો દાખલ કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે.