ધ્રાંગધ્રા પંથકમાં દરેક ગામે ગામ ચાલતા દેશીદારુના અડ્ડા તથા ભઠ્ઠીઓ ખુલ્લેઆમ નજરે પડે છે. જેથી ગુજરાતમાં દારુબંધી હોય તેવું જરાપણ લાગતું નથી. ત્યારે ધ્રાંગધ્રા પંથકના આજુબાજુ વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી ચાલતી દેશીદારુની ભઠ્ઠીઓ પર તાલુકા પોલીસ કયારેય દરોડો નથી કરતી જુથી અંતે દાલુના મોટા વેપલા પર જીલ્લા અથવા જીલ્લા બહારની બ્રાન્ચો દરોડા કરે પછી કોઇકને કોકઇ સસ્પેન્ડ થાય છે
ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામ પાસે જવાના રસ્તે પોલીસના વિક્રમભાઇ રબારીને મળતા તેઓએ તુરંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ કલાકો બાદ ધ્રાંગધ્રા પોલીસની ગોકળગતિ જેવી કામગીરી બાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ તાલુકા પોલીસે આ બાબત ગંભીરતાથી લીધી હતી. બાદમાં બાતમીવાળા સ્થળે જઇ દરોડો કરતા ત્યાંથી ૪૦૦ લીટર દેશીદારુનો આથો કિંમત રૂ ૮૦૦, એક ગેસનો ચુલો તથા દેશીદારુ બનાવનાર કાંટીયા નરશીભાઇ દેવીપુજક કે જેઓ ધ્રાંગધ્રા રહે છે.