રોકડ મોબાઇલ મળી કુલ રૂ. ૫૯ હજારનો મુદામાલ જપ્ત
શહેર ખાતેના બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એસ બી વસાવા એ પોલીસ સ્ટાફ ના કર્મચારીઓને આપેલ સુચના મુજબ પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઇ આર ધરડા તથા શિવરાજસિહ પી રાણા નાઓને સંયુકત મળેલી બાતમી કે રફીક અબ્દુલ્લા શેખ રહે સુમરાસર ( શેખ ) વાળો સુમરાસર ( શેખ ) ગામ ની ઉતર બાજુમાં આવેલ સીમમાં બાવળ ની ઝાડી વચ્ચે કેટલાક ઇસમો ભેગા કરી ધાણી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરતા પકડાયેલ આરોપીઓ સતારશા અમીરશા સૈયદ ઉ.વ -૫૫ રહે- સુમરા ડેલી આશાપુરા રીંગ રોડ ભુજ, અબ્દુલ રમજુ કુમાર ઉ.વ -૪૫ રહે- સુમરાસર શેખ પકડાઈ ગયા હતા જ્યારે નાસી છુટેલા આરોપીઓ રફીક અબ્દુલ્લા શેખ રહે સુમરાસર ( શેખ ) તા ભુજ રણછોડ કરશન જેસાણી રહે સુમરાસર ( શેખ ) તા ભુજ , મામદહુશેન નથડાડા શેખ રહે સુમરાસર ( શેખ ) તા ભુજ , વિરમ નથુ આહિર રહે સુમરાસર ( શેખ ) તા ભુજ ના કબ્જા માંથી રૂા.૧૬,૭૪૦, મો.સા નંગ -૦૩ કિ.રૂ , ૪૦,૦૦૦ , મોબાઇલ ફોન નંગ -૧ કિ , રૂ ૩૦૦૦ એમ કુલ્લે કી.રૂા . ૫૯,૭૪૦ નો મુદામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં શહેર પી.આઇ એસ બી વસાવા ની સુચના થી કામગીરી કરનાર પો હેડ કોન્સ નરેન્દ્રભાઈ આર ધરડા તથા શિવરાજસિહ પી રાણા તથા કમલેશ એન પરમાર તથા દશરથભાઇ આર ચાવડા તથા પો કો હરદિપસિહ એ જાડેજા જોડાયા હતા