લગ્નના બહાને નાણા પડાવી દુલ્હન છુમંતર થઈ જતી: રૂ.૮૦,૦૦૦ની રોકડ સાથે બે મહિલા સહિત છની ધરપકડ

સૌરાષ્ટ્રમાં લગ્નના નામે યુવાનોને લૂંટી રફુચક્કર થઈ જતી લુટેરી દુલ્હન અને તેની ટોળકીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે. વંથલી પોલીસે બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. લગ્નના બહાને નાણાં પડાવી રફૂચક્કર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને તેની ટોળકી સાથે વંથલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે રોકડા રૂ.૮૦,૦૦૦ તેમજ ફરિયાદીનો મોબાઇલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના નાવડા ગામના પ્રકાશભાઇ હરિભાઇ ભાલોડીયાને વિશ્વાસમાં લઇ સોનુ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી ટોળકીએ રૂ.૨,૦૦,૦૦૦ પડાવ્યા હતા. બાદમાં ફરિયાદીના ઘરે ચાર દિવસ રહી કેશોદ ખરીદી કરવાનું બહાનું બતાવી ફરિયાદીનો મોબાઇલ લઇ સોનુ નાસી ગઇ હતી. આ મામલે ફરિયાદ બાદ વંથલી પોલીસે તપાસ કરી આરોપીઓને બોટાદ અને રાજકોટ જિલ્લાના અલગ અલગ સ્થળો પરથી ઝડપી લીધા હતા.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એ હતી કે, ખોટું નામ, સરનામું ધારણ કરી વિશ્વાસમાં લઇ લગ્ન કરાવી નાણાં પડાવતા હતા. જ્યારે લગ્ન કરનાર યુવતિ ત્રણ, ચાર દિવસ રોકાઇને નાસી જતી હતી. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં આ રીતે છેતરપિંડી કરી છે.

પોલીસે યુવાનોને લગ્નની લાલચે ખિસ્સા ખંખેરતી પૈસા પડાવીને રફુચક્કર થઈ જતી લુટેરી દુલ્હન સહિત પોલીસે અનિલ વેરશીભાઇ શેખલીયા(બોટાદ), લાલજીભાઇ ગંગારામભાઇ શેખલીયા(બોટાદ), જોશના ઉર્ફે જીનલ (રાજુભાઇ અશોકભાઇ ધરોલીયાની પુત્રી,પીપળીયા), કાજલ વાઇફ ઓફ અનિલ શેખલીયા (બોટાદ), રાજુભાઇ અશોકભાઇ ધરોલીયા (બોટાદ) અને જતીન નકુભાઇ પાંચાળ( સુરત, અમરોલી).

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.