માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા: શાળા-કોલેજના છાત્રોને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયુ
ભાવનગરમાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફીક પોલીસ દ્વારા વાહચચાલકોને ગુલાબનું ફુલ આપી ટ્રાફીક નિયમોનું પાલન કરવા માટેની પ્રેમભરી અપીલ કરવામાં આવી હતી.
ઝવેરચંદ મેધાણી ઓડીટોરિયમ હોલ ખાતે પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા મ્યુનિ. કમિશ્નર ગાંધી, આર.ટી.ઓ. ઓફીસર, એન.જી.ઓ. પેટ્રોલ પંપના માલીકો, ડ્રાઇવીંગ સ્કુલ સંચાલકો, ઓટોરિક્ષા યુનિયનના હોદેદારો ની હાજરીમાં દિપ પ્રાગટય તથા ટ્રાફીક ના નિયમોની માહીતી નાટય દ્વારા અને વકતવ્યો દ્વારા રજુ કરવામાં આવેલ.
માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી દરમિયાન આશરે ર૦ જેટલી શાળા, કોલેજમાં સેમીનાર દ્વારા પેમ્પ્લેટ હોડિગ બેનર, પ્રોઝેકટર વિટીઓ દ્વારા વિઘાર્થીઓ તથા વાલીઓમાં વધુમા વધુ ટ્રાફીક ના નિયમોની જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો કરવામાં આવેલ. રીક્ષા, બસ ડ્રાઇવરોને ટ્રાફીક બાબતેનો સેમીનાર રાખવામાં આવેલ. હેન્ડ સ્ટેન્ડ બેનર દ્વારા લોકોને ટ્રાફીક જાગૃતિ અભિયાન ની માહીતી આપવામાં આવેલ.