ભચાઉમાં આવેલી એક હોટેલ પર દરોડો પાડી પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પર આવેલા પંજાબી ઢાબામાં હુક્કાબાર ચાલતો હોવાની બાતમી મળતાં ભચાઉના પીએસઆઈ જી.બી.માજીરાણા અને તેમની ટીમે મધરાત્રે ૩ વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં હોટેલમાંથી બે હજારની કિંમતના બે નંગ હુક્કા અને અલગ–અલગ ફ્લેવરની તમાકુના બે અડધા ભરેલાં બોક્સ મળી આવ્યા હતા. આરોપીઓ એક હુક્કા માટે ફિક્સ ૩૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલતા હતા. પોલીસે હોટેલના મેનેજર બાબુ ઊર્ફે બાબુડો વિરમરામ પરિહાર (મૂળ રહે. પાલી,રાજસ્થાન)ની અટકાયત કરી છે. હોટેલનો માલિક ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. દરબારગઢ, ભચાઉ) સ્થળ પર હાજર મળ્યો નહતો. પોલીસે બાબુ અને ધર્મેન્દ્રસિંહ વિરુધ્ધ વિવિધ કલમો તળે બંને વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર