લોકરક્ષકની પત્નીએ મદદ કરતા બંને વિરૂદ્ધ નોંધાતો ગુનો : વિડિયો ઉતારી પૈસાની પણ માંગણી કરી
અબતક,રાજકોટ
પોરબંદરમાં એક ચકચારી ઘટના સામે આવી છે.જેમાં પોલીસ કર્મચારી વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધવામા આવી છે. કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એલ.આર.ડી શખ્સે પોલીસ અધિકારીની પત્ની પ્ર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો બનાવી પૈસાની માંગણી કરતા તેણીએ પોલીસ ફરીયાદ નોંધાવતા ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
બનાવની મળતી માહિતી મુજબ, પોલીસ કર્મચારીની પત્ની સાથે આરોપીની પત્નીએ સબંધ કેળવી ઘરે બોલાવી પતિ પાસે પોલીસ કર્મચારીની પત્ની પર બળાત્કાર કરાવ્યાની ફરીયાદ કરવામા આવી છે. જેમા પોલીસ પત્નીના આરોપી કાનજી વાસણ દ્વારા ગેરકાયદેસર રીતે નગ્ન ફોટા પાડી અવાર-નવાર વાઇરલ કરી આપવાની ધમકી આપતો હતો.અને વીડિયો કોલ કરી અને આરોપી ભોગબનનાર મહીલા પાસે અભદ્ર માંગણી કરતા હતા. સાથે જ આરોપી અને તેમની પત્ની દ્વારા ભોગબનનારને ઘરે બોલાવી 50 હજાર રૂપિયા પડાવી વધુ રૂપિયાની માંગણી કરવામા આવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી મહીલાએ આરોપી પોલીસ કર્મચારી અને તેમની પત્ની વિરૂધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે.પોલીસ કર્મચારી અને તેમની પત્ની વિરૂધ્ધ પોલીસ કર્મચારીની જ પત્નીએ બળાત્કારની ફરીયાદ કરતા પોલીસ બેડામા ભારે ચકચાર ફેલાયો છે.હાલ તો ઉદ્યોગનગર પોલીસે ફરીયાદ નોંધી આરોપી પોલીસ કર્મચારી અને તેમની પત્ની વિરૂધ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વધુ તપાસ મહીલા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્રારા ચલાવવામા આવી રહી છે.જ્યારે આરોપી કાનજીને ફરજ મુકત કરવામાં આવ્યો છે.