કોરોનામાંથી મુક્તિ મળે અને કાયદો-વ્યવસ્થા સુમેળે જળવાઇ રહે તેવી પ્રાર્થના કરાઇ
સુરેન્દ્રનગર જીલ્લાનું પ્રસિધ્ધ યાત્રાધામ એટલે ચોટીલા, કે જયા ડુંગર ઉપરમાં ચામુંડા બીરાજમાન હોય, અને જાણે કે ડુંગર ઉપરથી સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા ઉપર પોતાનુ અતુલ્ય વાત્સલ્ય વરસાવતી હોય, અને માં આધશક્તિનું પર્વ એટલે નવલા નવરાત્રીની શુભ શઆતે પ્રથમ નોરતાની પરોઢે જગતજનની માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાની આમજનતા તથા પોલીસ પરિવારની સુખાકારી માટે તથા તમામ ઉ૫ર માં ચામુંડાની કૃપા સદૈવ વરસતી રહે, વૈશ્ર્વિક મહામારી સામે જિલ્લાના તમામ નાગરીકો અડીખમ ઉભા રહે, તે માટે માતાજીના દિવ્ય આશીષ પ્રાપ્ત કરવા આજરોજ તા.૧૭ની વહેલી પરોઢે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ અધિક્ષક એચ.પી. દોષી તથા પી.કે. પટેલ તથા આર.બી. દેવધા તથા એસ.જે. પાવર તથા સી.પી. મુંધવા તથા લીંબડી ડીવીઝનના ભુતપૂર્વ નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. બસીયા તથા એલ.સી.બી. પો.ઇન્સ, ડી.એમ. ઢોલ તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. બી.એમ. રાણા તથા ચોટીલા પોલીસ ઇન્સ. બી.કે. પટેલ પોલીસ સ્ટાફ દ્વારા ચોડીલા ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં ચામુંડાના દર્શન કરી, ધ્વજારોહણ કરી, માતાજીની પૂજા કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની આમજનતા પોલીસ પરિવારની સુખ શાંતી અર્થે, જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુમેળે જળવાઇ રહે, કોવિડ-૧૯ની મહામારીમાંથી સમગ્ર જિલ્લાનો નાગરીક મુકત રહે, અને માતાજીના દિવ્ય આશિષ સદાય જળવાઇ રહે તે માટે પુજા પ્રાર્થના કરવામાં આવેલ છે.