અબતક, વૈવિધ્ય
દિલ્હીના ઈન્સ્પેકટર જનરલ શ્રીમતી કિરણ બેદીને ગુન્હાખોરી પર અંકુશ મેળવવા ગુનેગારોને સુધારવા તથા જેલોની સ્થિતિ સુધારવામાં મહત્વના યોગદાન બદલ ૧૯૯૪ના રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો છે. જે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવરૂ પ બાબત છે. નીલામાં એવોર્ડ અંગેની જાહેરાત પ્રત્યે ખુશી વ્યકત કરતા કિરણ બેદી કહે છે કે. આ એવોર્ડ પકત મને જ નહિ, સમગ તિહાર જેલને મળ્યો છે. તિહાર તેલનાં કેદીઓનાં સાથ સહકારને બિરદાવતાં તેઓ કહે છે. જેલોમાં સુધારણા કરવાની મારી મનોકામના પૂર્ણ કરવામાં તિહાર જેલવાસીઓના પૂર્ણ કરવામાં તિહાર જેલવાસીઓનો પણ ફાળો ઓછો નથી.
અનેક દુષણો અને બદીઓથી ખદબદતી અને ખૂંખાર ગુનેગારોનો અડ્ડો ગણાતી તિંહાર જેલની કાયાપલટ કરનાર શ્રીમતી કિરણ બેદીને આ એવોર્ડ મળ્યાની જાહેરાત થતા સમગ્ર જેલવાસીઓએ નાચીકૂદીને ખૂબજ ખૂશી વ્યકત કરી હતી. જે સ્પષ્ટ કરે છે. તેઓ જેલવાસીઓનાં સ્વજન સમા બની ગયા છે.
અનુસ્નાતક થયા બાદ ૧૯૭૨માં તેઓ ઈન્ડીયન પોલીસ સર્વીસમાં જોડાયા. દિલ્હીના પશ્ર્ચિમ અને ઉત્તરીય જિલ્લાઓનાં ડે. કમિશનર તરીકે હતા ત્યારે તેમણે ભિખારીઓ માટે લોનો અને સહાય મળે તેવી ખાસ વ્યવસ્થા કરી હતી જેતક્ષ તેઓ ભીખ માગવાનું છોડી પગભર બની શકે. નશીલા પદાથર્શેના વ્યસનીઓને વ્યસનની ચુંગાલમાંથી છોડવા ખાસ કેન્દ્રોની સ્થાપના કરી હતી.
૧૯૯૩ તેઓ દિલ્હી વિસ્તારની જેલોનાં ઈન્સ્પેકટર જનરલ ઓફ પ્રીઝન્સ નિમાયા આદિલ્હીની તિહાર જેલનો પણ સમાવેશ થતો હતો. જે રીઢા ગુનેગારો માટે ખાસ જાણીતી છે. અહી ૯ ટકા કાચા કામના કેદીઓ હોય છે. આવા કેદીઓ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા પોતાની આવડત અને કળાનો ઉપયોગ કરી શકે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. નિરક્ષણ કેદીઓને અક્ષરજ્ઞાન મળે તે માટે તેઓએ જેલને શાળાનું સ્વરૂ પ આપ્યું અહી ઘણા કેદીઓ લખી વાંચી શકે છે. અને કોલેજોનાં સહકારથી ડીગ્રી પણ મેળવે છે. વળી કેટલાક કેદીઓ જેલનાં કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. અને તિહારની બેંકમાં પૈસા જમા કરે છે.
૧૯૭૨માં ભારતીય પોલિસ સેવાઓમાં પસંદગી પામેલ શ્રીમતી કિરણ બેદીએ પોલિસ અકાદમીમાં બે વર્ષ તાલિમ લીધી છે. તેઓ કડક શિસ્ત પાલનના આગ્રહી છે. છતા કેદીઓ પ્રત્યે મમતા અને સમજાવટથી સુધારણાનો અભિગમ અપનાવ્યો છે. આજે જયારે વિવિધ કારણોસર સામાન્ય લોકોના મનમાં પોલિસની છાપ સંશયાત્મક બની છે.ત્યારે કેદીઓને સુધારવાની તેમની આ કામગીરી સજાગ પોલિસદળ માટે પ્રેરણારૂ પ બની રહેશે.