રાજકોટમાં રહેતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના પિતરાઈ ભાઈ આઈ સર્જન જયેશભાઈ દુદાભાઈ મોઢવાડીયાને પાડોશમાં રહેતા મેર શખ્સ માંડણ ગોરાણીયાએ દલાલીની લાલચે સસ્તામાં ફલેટ વેચાવી નાખવા હોસ્પિટલમાં ઘુસી રીવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
પોલીસના વર્તુળોની વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ પર શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા મજલે રહેતા અને વિદ્યાનગર મેઈનરોડ પર આઈ કેસ સેન્ટર નામે હોસ્પિટલ ધરાવતા તબીબ મોઢવાડીયા હોસ્પિટલ પર હતા ત્યારે મંડણે મોબાઈલ ફોન કર્યો હતો અને તુરત હોસ્પિટલમાં ડો. મોઢવાડીયાની ચેમ્બરમાં ઘસી આવ્યો હતો. હાથમાં કાળુ પર્સ હતું.