મોટા મવા, માલવિયાનગર, મેટોડા સહિતના અનેક વિધ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું
લોકસભાની ચૂંટણી 2024 ની તારીખ જાહેર થઈ ગઇ છે.. ત્યારે આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.. જ્યારે પણ ચૂંટણી પંચ ચૂંટણી નું આયોજન કરે છે ત્યારે રાજકીય પક્ષો પ્રક્રિયા દરમિયાન આચારસંહિતા નું પાલન કરે તે માટે વિવિધ કેન્દ્રો પર જે સંવેદનશિલ હોય અને ચેકપોસ્ટ અને મતગણતરી ના કેન્દ્રો ની મુલાકાત લેવામાં આવે છે.. ત્યારે શહેર ના વિવિધ જે સંવેદનશીલ વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને પોલીસ ઓબઝરવર ચંદનકુમાર ઝા એ ફરજ બજાવી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુસંધાને રાજકોટ જિલ્લાના 10 – સંસદીય મતવિસ્તારમાં નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમાર ઝા એ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે ચંદનકુમાર ઝા એ વામ્બે આવાસ યોજના સ્થિત શ્રી ભીમ રાવ પ્રાથમિક શાળા નં. 95, અંબિકા ટાઉનશીપની મોદી સ્કૂલ, લોધીકા તાલુકાના મેટોડામાં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા સહિતના સંવેદનશીલ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી.
વધુમાં ઓબ્ઝર્વર ઝાએ મોટા મવા, માલવિયા નગર અને મેટોડા હાઇવે પરની ચેકપોસ્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સાથે સંવાદ સાધીને સુરક્ષા બંદોબસ્તને લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વેળાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ. હિરપરા તેમજ અન્ય પોલીસ કર્મીઓએ સાથે રહી તેઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાપનની માહિતી પૂરી પાડી હતી.