રાજ્યમાં દીન પ્રતિદિન બૂટલેગરો દ્વારા બેફામ દારૂની હેરફેર કરવામાં આવી રહી છે ત્યારે તેના પર લગામ લગાવવા માટે પોલીસ તંત્ર ઊંધા માથે લાગ્યું છે ત્યારે મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા હતા. દારૂની ૧૪૮ બોટલો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧૫,૧૨,૨૨૮/- ના મુદામાલ સાથે દબોચી વાંકાનેર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ.કોન્સે. સુરેભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને સંયુક્તમાં બાતમી મળેલ હતી કે અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક રજી. નં. GJ-14-7-6800 રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે.
જે મળેલ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકી ટ્રકની તલાસી લેતા ટ્રકમાં બનાવેલ વિદેશી દારૂની ૧૪૮બોટલો કિ.રૂ. ૨.૪૪ લાખ તથા ટ્રકમાં ભરેલ વેસ્ટ કોટનની ૭૨ ગાંસડીઓ જેની કિ.રૂ.૭.૫૨ લાખ, અશોક લેલન ટ્રક કિ.રૂ.૫ લાખ તથા રોકડ અને ૨ મોબાઈલ સહીત કુલ રૂ.૧૫,૧૨,૨૨૮ના મુદામાલ સાથે આરોપી પિતા ગીરીશભાઇ રાજાભાઇ ઓડીચ (ઉ.વ.૫૭) અને પુત્ર નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીચ ઉવ.૨૯ રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક નં-એફ ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ બંને આરોપી વિરુધ્ધ વાંકાનેર પો.સ્ટે. ખાતે પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.