ભારતભરમાં નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં આ કાયદાના વીરોધ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંહ દ્વારા થાણા ના તમામ અમલદારોને પોતપોતાના વિસ્તારમાં મિટિંગ કરી, નાગરિકતા સુધારણા કાયદા બાબતે માહિતી આપી, આ કાયદો કોઇ દેશના નાગરિક વિરોધી નથી. તેવું સમજાવી અને શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને જે જગ્યાએ જરૂરિયાત જણાય તે વિસ્તારમાં મહોલ્લો મીટીંગ યોજવામાં આવેલ છે. આ મહોલ્લા મિટિંગમાં મહોલ્લાના લોકો ને એકત્રિત કરી, તમામને કાયદા અંગે જાણકારી આપવામાં આવે છે તેમજ આ કાયદો કોઈ જૂનાગઢ સહિત દેશના નાગરિકોના વિરોધમાં નહીં હોવાની સમજણ આપવામાં આવે છે. ઉપરાંત, તમામ નાગરિકોને પોલીસ તેઓના રક્ષણ માટે છે, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં આવતા મેસેજો ઉપર આંધળો વિશ્વાસ નહીં કરવા તેમજ મેસેજ વાયરલ નહીં કરવા સુચનાઓ આપવામાં આવેલ હતી જૂનાગઢ શહેર તથા જિલ્લો હિન્દૂ મુસ્લિમ એકતાની એક મિશાલ છે અને કપરા સંજોગોમાં પણ બંને કોમ સંપીને રહેલ છે. ત્યારે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવા પ્રયાસ કરવામાં આવેતો, અસામાજિક તત્વો સફળ ના થાય તે માટે જાગૃત કરવામાં આવેલ અને શાંતિ જાળવવાની અપીલ પણ કરવામાં આવેલ હતી. જુનાગઢ પોલીસ દ્વારા જુદાજુદા પોલીસ સ્ટેશનો પૈકી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માંડવી ચોકી, દાતાર રોડ તથા સુખનાથ ચોક વિસ્તારમાં તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોશીપુરા નંદનવન સોસાયટી તેમજ સી ડિવિઝનના ઘાંચીપટ વિસ્તારોમાં મહોલ્લા મિટિંગો* યોજી, પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારૈયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી, એ ડિવિઝન ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈ, વિધિ ઉંજીયા, જે.એચ.કચોટ, હીતેન્દ્રસિંહ વાઢેર, તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.બડવા સહિતના અધિકારીઓ તથા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મહોલ્લામાં લોકોને એકત્રિત કરી, કાયદા વિશે સમજ પૂરી પાડી અને લોકોના માનસમાં કાયદાનો વિપરીત અર્થઘટન ન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.