- રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી
- સહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી
- પોલીસ માત્ર સુરક્ષા માટે નહિ પરંતુ સામાજિક સરક્ષણ
- ગુજરાત પોલીસ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે: હર્ષ સંઘવી
- સહાદત પામનાર જવાનોને કારણે દેશના દરેક નાગરિક સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે: ગૃહમંત્રી
આજે 21 ઓક્ટોબર એટલે પોલીસ શહીદ સંભારણા દિવસ તરીકે ઉજવામાં આવે છે.ત્યારે સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહીત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.રાજ્ય ગૃહમંત્રીએ સહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, આજે 21 ઓક્ટોબર એટલે પોલીસ શહીદ સંભારણા દિવસ છે. ત્યારે સુરતમાં પોલીસ સહિદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સહિદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી આ સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહીત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તેમજ રાજ્ય ગૃહમંત્રીએ સહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ તેઓએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના પરિવારજનો માટે ભગવાનને પ્રાથના કરું છું કે તેમને આ તકલીફમાં શક્તિ આપે. આજે સૌ પોલીસ જવાનોને હું સલામી આપુ છું. આજે કુદરતે પણ નમી રાખી છે. પોલીસ માત્ર સુરક્ષા માટે નહિ પરંતુ સામાજિક સરક્ષણનું પણ છે. પોલીસ એટલે ફ્રન્ટ વોરિયર એજ પોલીસનું નામ. આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ અને પોલીસ પરિવારના સૌ કોન્સ્ટેબલ થી લઇ ડીજીપી સુધીના અધિકારીઓનો આભાર માનું છું. દેશના વિવિધ રાજ્યો અને અનેક ફોર્સ માં દેશના નાગરિકોની સુરક્ષા કરનાર સહાદત પામનાર સૌ જવાનોને સલામી આપુ છું. તેમજ આજે તેમના કારણે દેશના દરેક નાગરિક સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. આજે ગુજરાત પોલીસ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત રોજ 2100 ગ્રામ દ્રગ પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે જે બાદ ભરૂચ જિલ્લા સુધી પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું છે.
ભાવેશ ઉપાધ્યાય