વ્યાજના ચક્રમાં ફસાયેલા ગરીબ અને મઘ્યમ વર્ગને ન્યાય અપાવવા પોલીસનું આવકાર્ય પગલું
શહેરમાં વ્યાજના ધંધાર્થીઓને કારણે અનેક ગરીબ અને જરુરીયાતમંદ પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ઉઠેલી ફરીયાદના પગલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી દ્વારા આવતીકાલે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વ્યાજકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનું આયોજન કર્યુ છે. જેમાં જે.સી.પી. સિઘ્ધાર્ંથ ખત્રી, નાયર પોલીસ કમિશ્નર ઝોન-૧ રવિ મોહન સેની, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તેમજ રાજકોટ શહેરના તમામ ડીવીઝનના એ.સી.પી. ઓ તથા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પે.ઓ હાજર રહેશે. આ લોકદરબાર આગામી તા. ૨૫-૫ ના ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી અરવિંદભાઇ મણીયાર હોલ જયુબેલી ખાતે રાખવામાં આવ્યું છે.
આ લોકદરબારમાં વ્યાજકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપૂર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં શહેરના ઉચ્ચ અધિકારીને કુલ ૩૧ અરજીઓ વ્યાજકવાદને લગતી મળેલી છે તેમજ વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ વ્યાજંકવાદના પ૪ કેસોમાં થયેલા છે. તે તમામ ફરીયાદો તથા કેસોના ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવેલો છે જેઓને પણ રુબરુ સાંભળી કોઇ મુશ્કેલી છે કે કેમ તે અંગેની વિગતો મેળવવામાં આવશે.
આ લોક દરબારમાં વ્યાજંકવાદ સામે ભોગ બનેલા શહેરના નાગરીકો માટે પ્રથમ પડકાર છે અને વ્યાજંકવદાને નાબુદ કરવા માટેનું આ પ્રથમ પગલુ છે. આ પછી વ્યાજંકવાદને નાથવા માટે જુદી જુદી પઘ્ધતિથી પગલાઓ લઇ વ્યાજંકવાદનો ભોગ બનેલા કચડાયેલ પીડીત વ્યકિતઓને રાહત મળી રહે અને વ્યાજંકવાદ સંપૂર્ણ પણે નાબુદ થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કટીબ્ધ છે.
જે કોઇ વ્યકિતએ નાણા ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજદ આપી લોન લીધેલ હોય તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન- મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ, ચેક અને તેઓએ લીધેલ નાણા-વ્યાજ ચુકવી આપેલ હોય છતાં પરત કરતા ના હોય તે પણ રજુઆત કરી શકશે અને તેની રજુઆત સાંભળી સંપૂર્ણ તપાસ કરી ન્યાય અપાવવામા આવશે. તેમજ જે લોકોએ કોઇ વ્યકિત પાસેથી પૈસા લીધેલ હોય અને આપતા હોય તેવા વ્યકિતઓ વ્યાજંકવાદના નામે દબાણ કરી પૈસા આપતા ના હોય આ રીતે છેતરપીંડી કે વિશ્ર્વાસઘાત થયેલ હોય તેઓને પણ સાંભળવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે રાજકોટ શહેરના નાગરીકોને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે.