વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગેરકાયદેસર હેરાફેરી તેમજ આચારસંહિતા ભંગ નાં થાય તેની તકેદારીના ભાગરૂપે ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
આ તપાસ દરમ્યાન ટોપ-થ્રી સર્કલ સર્કલ ખાતે ૧૦૪-ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી વિપુલ કશ્યપનાં માર્ગદર્શન હેઠળ રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપાયા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા અમલી હોઈ ગેરકાયદેસર હેરાફેરી, મોટા બેન્ક વ્યવહાર વગેરે પર તકેદારીના ભાગરૂપે ચાંપતી નજર રખાઇ રહી છે ત્યારે આચાર સંહિતા અમલી બની ત્યારથી ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો પર પોલીસ, ઇન્કમટેક્સ સહિતની ટીમો દ્વારા ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.