વાવવા આપનાર ભાગીયાએ જ જમીન પચાવી પાડવી’તી
જુનાગઢ પોલીસ દ્વારા સિનિયર સીટીઝન એવા સખગૃહસ્થ ડોક્ટરની ૧૫ વીઘા જમીન પર ભાગીયું આપેલ ખેડૂત ઘરનું કરી બેસી ગયેલ ત્યારે જૂનાગઢના ડી.વાય.એસ.પી. જાડેજા અને જૂનાગઢ પોલીસની મદદથી આ પ્રકરણનો સુખદ અંત આવ્યો હતો અને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ વધુ એક વખત સાર્થક કર્યું હતું..જુનાગઢ શહેરના એક સદગૃહસ્થ ડોકટર દ્વારા પોતાની ૧૫ વિઘા જેટલી જમીન એક ખેડૂતને ખેતી કરી, વાવવા માટે આપી હતી. શરૂઆતના બે ચાર વર્ષ ખેડૂત દ્વારા વાર્ષિક ભાગ આપવામાં આવ્યો હતો. સદગૃહસ્થ ડોક્ટર હોઈ, ખૂબ જ સરળ સ્વભાવના હોઈ, ખેડૂત માથાભારે હોઈ, જમીન સારી હોય, ખેડૂત દ્વારા ડોકટર જ્યારે જ્યારે પોતાની વાડીએ આંટો મારવા આવે ત્યારે નજર અંદાજ કરી, જવાબ આપવાનું બંધ કરી, પોતાની રીતે પાક વાવવાનું ચાલુ કરી દીધું હતું.
છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂત દ્વારા ભાગ આપવાનું કોઈના કોઈ બહાને ટાળવામાં આવુું હતું. સદગ્રહસ્થ ડોકટર દ્વારા ખેડૂતને વાવવાની ઈચ્છા ના હોય તો, પોતાની જમીન પરત સોંપવાની વાત કરતા, ખેડૂત દ્વારા ડોક્ટરને જમીનમાં ધસી તો જુઓ, એવું જણાવતા, ડોક્ટરને પોતાની જમીનમાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પોતાની ખેતીની ૧૫ વિઘા જમીન ખેડૂત પચાવી પાડે તો પોતાને મોટું આર્થિક નુકશાન જવાની દહેશત સાથે સદગૃહસ્થ ડોકટર દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, પોતાની વ્યથા જણાવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરને સાંત્વના આપી, એક અરજી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવા જણાવ્યું હતું. જે અંગે ડોકટરે પોલીસને અરજી આપી હતી.આ દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ. ડાંગર તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગવાનભાઈ, કૈલાશ ભાઈ, સહિતની એક ટીમને કામ સોંપી, તાત્કાલિક ખેડૂતને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા, ખેડૂત સાનમાં સમજી ગયે અને ડોકટરને જમીન પરત આપવા સહમત થઈ ગયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરની પોતાની જમીન ખેડૂત પાસેથી પરત અપાવતા, ડોકટર દ્વારા જૂનાગઢ પોલીસનો વારંવાર આભાર વ્યક્ત કર્યો હતો અને જો જુનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરની પોતાની જમીન બાબતનો પ્રશ્ન હાથમાં ના લીધો હોત તો, પોતાની જમીન ખોવાનો વારો આવ્યો હોત, તેવું જણાવી, ભાવ વિભોર થયા હતા.