માસથી અરજીની તપાસમાં હેરાન કરતા પરિવારે ફોજદાર સહિત બેને બનાવ્યા બંધક
કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું હોય છે. નહીં કે નિદોર્ષ લોકો પર દમન કરી સુરા પૂરવાર થવાનું આવી એક ઘટના શહેર પોલીસને લાંછન અને ડાઘ લગાડનાર સાબીત થઈ છે. એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારની અરજીની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચે એમ.સી.એકસ.ના હવાલામાં હાથ નાખતા ક્રિમ બ્રાંચ દાઝી ગઈ છે. પોલીસને બે કલાક બંધક બનાવ્યા બાદ પરિવાર ઉપર દમન ગુજાર્યો અને સાથે સાથે પોલીસે ભાજપના પૂર્વ નગર સેવક સહિત 20 સામે ગુનો નોંધી ફરજ રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ચતુર અને ચાણકય નીતિથી ઘણા સમયથી વચલા અધિકારીઓ ક્રાઈમ બ્રાંચના જોરે ખેલ પાડી રહ્યા
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રહલાદ પ્લોટશેરી નં. 16માં રહેતા ધર્મેશ કિશોર બારભાયા નામના શખ્સ વિરૂધ્ધ મહિલાએ છેતરપીંડી કર્યાની અરજી પોલીસ કમિશ્નરને કરી હતી જે અરજીની તપાસ એ ડીવીઝનને આપવાને બદલે મલાઈવાળી હોવાથી ક્રાઈમ બ્રાંચે પોતાની પાસે રાખી હતી. જે અરજીમા ધર્મેશ બાયભાયાએ આગોતરા જામીન મેળવ્યા હતા અને આ અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. એસ.વી. સામળા કરી રહ્યા હતા. તેમના દ્વારાધર્મેશ બારભાયાનો સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતા તેના પવિરજનોનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ બારભાયાના પરિવારજનો સહિત તપાસનીશને ચારેક દિવસ પહેલા રૂબરૂ મળ્યા હતા અને નિવેદન માટે ઘરે આવવાનું કહ્યું હતુ પી.એસ.આઈ. એસ.વી. સાખરા અને કોન્સ્ટેબલ મહેશભાઈ મંડ સહિત બંને ધર્મેશ બારભાયાના ઘરે ગયા હતા ત્યારે ફોજદાર અને ધર્મેશ બારભાયાના પરિવાર વચ્ચે મામલો ગરમાતા પોલીસને બંધક બનાવ્યા હતા.
પોલીસે પરિવાર ઉપર દમન ગુજાર્યો: ભાજપના પૂર્વ નગરસેવક સહિત 20 સામે ફરજ રૂકાવટનો નોંધ્યો ગુનો
આ મામલાની જાણ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે. ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. અને સ્ટાફે કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે કાયદો હાથમાં લઈ સોની પરિવાર પર દમન ગુજાયો હતો. અને સરાજાહેર પોલીસ અને સોની પરિવાર વચ્ચે ડ્રામા સર્જાયો હતો. ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. એસ.વી. સાખરાએ ધર્મેશ બારભાયા, કિશોર બારભાયા, દિવ્યેશ બારભાયા, પ્રિયંક બારભાયા, મોહીત રાણપરા, ગિરીશ ફીચડીયા, દીપક રાણપરા, પિયુષ આડેસરા હિતેષ બારભાયા, મીતેશ સારોલીયા, મનસુખ આડેસરા, નિલેષ રાણપરા, પુનિતા હસમુખ પારેખ, કાજલ બારભાયા, સુહાનીબેન બારભાયા, ભાવિનીબેન બારભાયા, મિનાક્ષીબેન બારભાયા, ભારતીબેન બારભાયા, મંજરીબેન રાણપરા અને વૃશીલ બારભાયા સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો છે.
એ-ડિવિઝનને બદલે ક્રાઈમ બ્રાંચે અરજીની તપાસ શુ કામ પોતાની પાસે રાખી
ઘણા સમયથી ચતુર અને ચાણકય નીતિથી કમિશ્નર ઓફીસમાં બેઠા બેઠા વચલા અધિકારીઓ ખેલ પાડી રહ્યા છે. અને નક્રિમથ બ્રાંચના લોકો જાણે અજાણ્યે ક્રાઈમ બ્રાંચને હાથ બનાવી રહ્યા છે. બાહોશ અને કડક ઓફીસરની છાપ ધરાવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને શિસ્તના અને પોલીસ મેન્યુઅલના પાઠ ભણાવવા અતિ આવશ્યક છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સાચી હકિકત જાણવા તપાસનીશ અને આરોપીના મોબાઈલ કોલ ડિટેઈલ કઢાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય અને રાજકોટને બિહાર થતુ અટકાવવું જરૂરી બન્યું છે.
મુનિરાના ‘વહીવટ’ના તપાસનો વિષય !!
ધર્મેશ બારભાયા નામના સોની વેપારી સોનાનો શો રૂમ ધરાવતા હોય અને મુનીરા નામની મહિલા અવાર નવાર ધરેણા ખરીદવા જતી હોય આથી બંને વચ્ચે ઓળખાણ થયેલી અને આર્થિક વ્યવહાર લેવળ દેવળના મામલે બંને વચ્ચે માથાકૂટ થતા મુનીરાએ પોલીસ કમિશનરને સોની વેપારી ધર્મેશ બારભાયા વિરૂધ્ધ અરજી કરી હતી. જે અરજીની તપાસમાં ક્રાઈમ બ્રાંચને શુ કામ રસ હતો તેમજ મુનારાની આર્થિક લેતીની પણ પોલીસ માટે તપાસનો વિષય છે.
અગાઉ ડી-સ્ટાફમાં ફરજ બજાવેલા વહીવટકર્તાઓએ ક્રાઇમ બ્રાન્ચને લગાવ્યું લાંછન !!
ગાંધીગ્રામ ડી-સ્ટાફમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા વહીવટકર્તાઓ છાસવારે ખાખીને લાંછન લગાવતા રહ્યા છે. એક સમયે ગાંધીગ્રામ ડી-સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા નોટબંધી સમય પર પણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને મુશ્કેલીઓ ઉભી કરી પરેશાન કર્યા હતા. તે જ પોલીસ અધિકારીઓ હવે ક્રીમ બ્રાન્ચમાં રહીને વહિવટો આચારીને ખાખીને લાંછન લગાવી રહ્યા છે. પોલીસ હમેશા પ્રજાની સેવા માટે હોય છે પરંતુ આવા પોલીસના અધિકારીઓ ફક્ત વહીવટ પર જ ભાર મૂકી રહ્યા છે. પોલીસના વેશમાં વહીવટ કરતા અધિકારીઓની કુંડળી જો પોલીસ કમિશ્નર મેળવે તો અનેક છુપી બાબતો પરથી પરદા ઉઠી શકે છે. ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર નીચે વહીવટ કરતા પોલીસ અધિકારીઓના કારણે ફરજવાન ખાખી પણ ગંભીર લાંછન લાગે છે.
‘મુનિરા’ બદનામ હુઇ… આર્થિક વ્યવહારમાં કઇ વ્યકિતનો ‘સિંહ’ ફાળો ?
પ્રહલાદ પ્લોટ-16મા સોની પરિવાર અને પોલીસ વચ્ચે સર્જાયેલા ચાર કલાકના ડ્રામામાં મુનિરા નામની યુવતિનું અરજીનું કારણ બહાર આવ્યું છે. મુનીરાની પાછળ માસ્ટર માઇન્ડ અને કરોડોનો આર્થિક વ્યવહાર પુરો પાડનાર કોણ તે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. કરોડોના આર્થિક વ્યવહારમાં મુનિરા સાથે સિંહ રાશિનો વ્યકિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકરણનો પ્રકાશ પાડવા એ.સી.પી. કક્ષાના અધિકારીને તપાસ સોંપવા માંગ ઉઠવા પામી છે.
સ્કોડલેન્ડ પોલીસ બનાવવા માંગતા મનોજ અગ્રવાલ માટે સાફ સુફી જરૂરી
ટેકનોલોજીના માધ્યમથી ક્રાઈમ રેટ ઘટાડવાના માહિર એવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ શહેર પોલીસને સ્કોડલેન્ડ પોલીસ બનાવવા તરફ પગલા ભરી રહ્યા છે.ત્યારે મહત્વની ક્રાઈમ બ્રાંચ દ્વારા ઘણા સમયથી ચતુરઅને ચાણકય નીતિતી વચલા અધિકારીઓ ખેલપાડી રહ્યા છે. જાણે અજાણ્યે નીચેનો સ્ટાફ હાથો બની રહ્યા છે.આવી ઘટનાથી પોલીસ કમિશ્નરની અસરકારક કામગીરીનું ધોવાણ થઈરહ્યું છે. ‘ક્રિમ’ બ્રાંચમાં સાફસુફી માટે બાહોશ મનોજ અગ્રવાલ કોની રાહ જોવે છે.
આત્મસન્માન વાતો વચ્ચે મહિલા પર પોલીસે લાઠી વિંઝી
સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોની વાતો વચ્ચે પ્રહલાદ પ્લોટમાં અરજીના કામે નિવેદન લેવા ગયેલી પોલીસ દ્વારા સોની પરિવારને બંધક બનાવી જાણે ગુન્હેગારો હોય તેવા વર્તનથી બુધ્ધીજીવીઓમાં પોલીસ કામગીરીથી સામેઅનેક પ્રશ્ર્નાર્થ ઉઠવા પામ્યા છે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પોલીસની બેહુદી વર્તનથી સામાજીક અને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે મહિલાના આત્મસન્માનની વાતો વચ્ચે લાઠીઓનો વરસાદ વરસાવ્યો છે.
સોની પરિવાર પર પોલીસ દમનના વિરોધમાં બે દિ’ સોની બજાર બંધની અપીલ: મનીષ પાટડીયા
પ્રહલાદ પ્લોટ શેરી નં. 16માં અરજી ક્રાઇમ બ્રાંચના સ્ટાફે સોની પરિવારના મકાનમાં ધુસી પરિવારના મોભીની હાજરીમાં મહિલા અને બાળકો ઉપર રીતસર આચરવામાં આવેલા અત્યાચારથી સોની સમાજ લાલધુમ થયો છે. સોની સમાજના યુવા અગ્રણી અને જાણીતા એડવોકેટ મનીષભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને દમનકારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે સોની બજાર બે દિવસ બંધ પાળી વિરોધ વ્યકત કરશે. રાજયની તમામ સોની સમાજના અગ્રણી મહિલા અને યુવકો બંધમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. સ્ત્રી પર અત્યાચારની બનાવથી તમામ સમાજે ટેકો આપવા આહવાન કર્યુ છે.