કાર, બે મોબાઇલ અને પોલીસ પ્લેટ મળી રૂ ૧.૧૩ લાખનો મુદામાલ કબ્જે
તાજેતરમાં હાઇવે ઉપર પોલીસના સ્વાંગમાં વાહનોને અટકાવી, વાહન ચાલકો પાસેથી બળજબરી થી રૂપિયા કઢાવી તથા મોબાઈલ ફોન લઈ લેવાની ફરિયાદ આધારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવારની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા આરોપી મહેશભાઈ ઉર્ફે કાળું બાબભાઈ ખવડ જાતે કાઠી દરબાર ઉવ. ૩૦ રહે. વાંટાવચ્છ તા. સાયલાને પોતાની અલ્ટો કાર નંબર GJ-૨૩ H-૯૭૪૮ કીમત રૂ. ૧,૦૦,૦૦૦/- તથા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ ૨ કિંમત રૂ. ૧૩,૫૦૦/-તેમજ પોલીસ પ્લેટ,પોલીસ લાઠી મળી, કુલ મુદ્દામાલ કીમત રૂ. ૧,૧૩,૫૦૦/-સાથે પકડી પાડી, ધરપકડ કરી, દિન ૦૩ ના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ છે.
પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપી મહેશભાઈ ઉર્ફે કાળું બાબભાઈ ખવડ જાતે કાઠી દરબાર ઉવ. ૩૦ રહે. વાંટાવચ્છ તા. સાયલાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા તથા એ.એસ.આઇ. અમૃતવન, મહેન્દ્રસિંહ, મયુરસિંહ, યોગેશ પટેલ, હરદેવસિંહ, નરેન્દ્રસિંહ, કલ્પેશભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ મુદ્દામાલના મોબાઈલ ઉપરાંત બીજા ૧૪ જેટલા મોબાઇલની પોલીસ તરીકે ઓળખ આપી, તોડ કારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મહેશભાઈ ઉર્ફે કાળું બાબભાઈ ખવડ જાતે કાઠી દરબાર દ્વારા તોડ કરીને મેળવેલા કુલ ૧૪ મોબાઈલ આશરે કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો વધુ મુદામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે.