ગૌ શાળાના નિયમ પ્રમાણે સ્વસ્થ અને માલિકીની ગાય સાચવવાની ના પાડતા સેવક પર બે શખ્સો તુટી પડયા.

દામનગરનાં દહીથરા ગામે ગૌ શાળાના સેવક પર હુમલો થયાની ઘટનાના વિરોધમાં ૩૦૦ જેટલા ગૌ સેવકોએ પોલીસને આવેદન પાઠવીને હુમલો કરનાર શખ્સ સામે તાકિદે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

દામનગરના દહીથરા ગામે અલખધણી ગૌશાળાનાં સેવક નરશીભાઈ જીવરાજભાઈ વાવીયા પાસે બે શખ્સો ઘસી આવ્યા હતા. અને પોતાની માલીકીની સ્વસ્થ ગાય ગૌ શાળામાં રાખવાની જીદ કરી હતી. ત્યારે ગૌ શાળાના નિયમ પ્રમાણે સ્વસ્થ અને માલિકીની ગાય ગૌ શાળામાં ન રાખવાનું સેવકે જણાવતા બંને શખ્સોએ સેવક પર હુમલો કર્યો હતો.

આ ઘટનાના વિરોધમાં ૩૦૦થી વધુ ગૌ સેવકોએ સ્થાનિક પોલીસને આવેદન પાઠવીને હુમલો કરનાર બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.