મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર નાઓની તારીખ ૧૨ થી તા.૨૬ જૂન સુધી ગુજરાત રાજ્ય મા દારૂ જુગારની પ્રવૃત્તિ રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનવયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ના.પો.અધિ. જેતપુર નાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે અમારા માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશન ના પો.હેડ.કો રમેશભાઇ બોદર તથા પો.કો.જયેશભાઇ દાફડા તથા કૌશીકભાઇ જોશી તથા દડુભાઇ કડપરા એમ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમીયાન બાતમી રાહે હકીકત મળેલ કે ઉપલેટા ધોરાજી દરવાજા રામગઢ સોસાયટી ના ખુણે અમુક ઇસમો પૈસાની લેતી દેતી કરી.
હારજીતનો જુગાર રમતા હોય જે અનવયે રેઇડ કરતા ત્રણ ઇસમો જેમા મુરતુજા ફકરુદીન ગાડાવાળા રહે.ધોરાજી, પારસ ગગજીભાઇ રાઠોડ રહે.માણાવદર, લતીફ અબાસભાઇ ચખાલી રહે.ધોરાજી વાળા ઓને જુગાર રમતા રોકડ રુપીયા ૩૩૯૬૦/ સાથે મળી આવતા મજકુર ત્રણેય ઇસમ ઉપર ગુનો રજી.કરી કાર્યવાહી કરેલ હતી.