આરોપીના ગામના લોકોએ વિરોધ કરતા મામલો વધુ ગંભીર બન્યો અને ગામ લોકોએ પોલીસ સાથે મારપીટ કરી
દાદરાનગર હવેલીની પોલીસ ટીમ અપહરણ મામલે તપાસ કરવા મઘ્યપ્રદેશ ગઇ હતી આ ટીમ પર હુમલો થયો છે પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ સેલવાસ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. જે અંતર્ગત ૩૬૩ ના અપહરણના ગુન્હામાં ફરીયાદ નોધી પોલીસ વધુ તપાસ કરવા મોબાઇલ લોકેશન દ્વારા મઘ્યપ્રદેશ રવાના થઇ હતી.
જેમાં પોલીસ સબ ઇન્સ્પેકટર દિપીકા ભગત, કોન્સ્ટેબલ સાગર સોલંકી, કોન્સ્ટેબલ મિશા બારીયા ઉપરાંત અપહરણ કરાયેલ સગીર યુવતિના પિતા ઇલીયાસ દિલ્હી જવા રવાના થયા આ ટીમ દિલ્હી પહોંચી ત્યારે તેમને જાણ થઇ કે આરોપી તેના વતન મઘ્યપ્રદેશ ભાગી ગયો છે.
ત્યારબાદ ટીમ મઘ્યપ્રદેશના માલતાપુરા ગામમાં પહોંચી તો ગામવાળાઓએ તેનો વિરોધ કર્યો અને ત્યારબાદ પોલીસ અને ગામના લોકો વચ્ચે મારા મારી થઇ ૧૪ ઓગષ્ટની સાંજે બનેલી આ ઘટના બાદ ગામના લોકોએ સાથે મળી પોલીસને બંધક બનાવી દીધા અને એક રુમમાં પુરી મારપીટ કરી તેમજ કેરોસીન છાંટી સળગાવવાની કોશીષ કરી.
આ ઘટનામાં સેલવાસ પોલીસ ટીમની સાથે મઘ્યપ્રદેશ પોલીસનો પણ એક કોન્સ્ટેબલ, એએસઆઇ ઘાયલ થયા. ત્યાર બાદ આ બધા પોલીસ કર્મીઓ ઘટના સ્થળેથી નીકળી ગયા ત્યારબાદ બધાને ગ્વાલીયર હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યા આ ઘટનામાં મઘ્યપ્રદેશના એએસઆઇની હાલત વધુ ગંભીર છે.
ત્યારબાદ સેલવાસ પોલીસને આ અંગે જાણ થતાં અન્ય એક ટીમ ગ્વાલીયર પહોંચી અને ઘાયલ પોલીસ કર્મીઓને સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મઘ્યપ્રદેશના ગોરમીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કલમ ૩૦૭, ૩૩૨, ૩૩૩, ૩૫૩, ૧૮૬, ૧૪૩, ૧૮૭, ૧૪૮, ૧૪૯ અંતર્ગત કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.