દિવાળીના તહેવાર નજદીક આવતા જ ધ્રાંગધ્રા શહેરની બજારો માનવ મહેરામણથી ઉભરાઇ રહી છે ત્યારે શહેરની બજારોમા કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદે પાસ પરમિટ વગર ફટાકડાના સ્ટોલ ઉભા કરી દેવાયા હતા પરંતુ આ વષેઁ જીલ્લા કલેક્ટર કે.રાકેશ દ્વારા કડકપણે નિયમોનુ પાલન કરાય તેવા આદેશ અપાયા હતા છતા પણ શહેરમા કેટલાક લોકો દ્વારા સેહ શરમ દાખવી અનેક ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ઉભા કરી દેવાયા હતા જ્યારે આ તમામ ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ધારકો પર ચાયદેસર કાર્યવાહી કરવા કડક પણે સુચના અપાતા ધ્રાંગધ્રા સીટી પોલીસના પીઆઇ ખુમાનસિંહ વાળા, મુળુભા, કુળદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ સહિતના પોલીસ સ્ટાફે શહેરની બજારોમા તમામ ફટાકડાના સ્ટોલ ધારકોના પાસ પરમિટની તપાસ કરી હતી જેમા અસંખ્ય સ્ટોલ ગેરકાયદેસર હોવાનુ માલુક પડતા બે સ્ટોલ ધારકો જેમા હિતેશ ગોવીંદભાઇ ગરીયા તથા બિપીન કિરીટભાઇ પુજારા પર ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ઉભા કરવા બદલ કાયદેસર કાયઁવાહી કરી તમામ બંન્ને ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલના તમામ ફટાકડા જપ્ત કરાતા ધ્રાંગધ્રા શહેરમા ગેરકાયદેસર દારુખાનુ વેચાણ કરનારામા સોપો પડી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.