ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, એસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના જવાનોએ એક બીજા ઉપર રંગોની છોળો ઉડાડી પર્વની હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી
જૂનાગઢ શહેર તથા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલથી ડીઆઈજી સુધીના અધિકારીઓ તથા કુટુંબના સભ્યોએ હોળી ધુળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા પોતાના ઘરે ધુળેટીની ઉજવણી કરવા માટે વ્યવસ્થા કરી, એસપીથી લઇ પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને આમંત્રણ આપી, ધુળેટીની ઉજવણી કરવામાં આવેલ હતી.
આ ઉજવણીમા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એચ.એસ. રત્નું, એમ.ડી.બારિયા, પીઆઈ ઝાલાં, કાનમિયા, સોલંકી, પીએસઆઇ ઝાલા, બડવા, સહિતના પોલીસ અધિકારીઓ તથા તમામ સ્ટાફની સાથે જિલ્લા કલેકટર સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, ડીડીઓ ચૌધરી, સહિતના અધિકારીઓ અને પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને મન મૂકીને હોળી ધુળેટીના તહેવારને માણ્યો હતો.
આ ઉપરાંત, એ, બી, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ હોળી ધુળેટીના તહેવાર દરમિયાન એકબીજા ઉપર રંગ ઉડાડી ધુળેટી ઉજવાઈ હતી.
જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયા તથા સ્ટાફ દ્વારા ભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે પણ હોળી ધુળેટીના તહેવારમાં રંગોથી રમી, અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.