ડ્રગ્સના દુષણને અટકાવવા અને યુવા ધનને બચાવવા ગત તા.૨6 જુનના રોજ વિશ્ર્વ ડ્રગ્સ દુર ઉપયોગ અને ગેર કાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત શહેર પોલીસ દ્વારા આત્મીય કોલેજ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો.
સેમિનારમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એમ. એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ કે.ડી.લાડવા, આત્મીય કોલેજના પ્રોફેસર ડો.મિનુભાઇ જસદણવાલા, આઇ.સી.ઇ. કલાસીસના ફાઉન્ડર મૌલિકભાઇ ગોધીયા ઉપસ્થિત રહી 400 જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષણ અંગે સમજ આપી ડ્રગ્સની હેરાફેરી અને સેવન અંગે સાવચેત કર્યા હતા.
ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા માટે એસ.ઓ.જી. પી.આઇ. જે.ડી.ઝાલાએ કાલાવડ રોડ પરની ઇન્દુભાઇ પારેખ એન્જિનીયરીંગ કોલેજ, મુંઝકાની ક્રાઇસ્ટ સ્કૂલ એન્ડ કોલેજ, ડી.એચ.કોલેજ, આઇસીઇ કલાસીસ, અને આનંદનગરમાં આવેલી સુભમ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી તા.1૨ જુન થી તા.૨6 જુન સુધી સેમિનારનું યોજન કરવામાં આવ્યું હતું તેમજ શનિવારે વિશાળ રેલીનું આયોજન કરી અનેક વિસ્તારોમાં ડ્રગ્સના સેવના કારણે થતા નુકસાન અંગે માહિતી આપતા બેનર ફેરવવામાં આવ્યા હતા.