- સરથાણા પોલીસ દ્વારા દુષ્ક*ર્મ-મ*ર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો
- એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર સગીરાને અપહરણ કરીને UPથી સુરત લાવ્યો
- ફેક્ટરીમાં માલિક સાથે મળી સામૂહિક દુ*ષ્કર્મ આચર્યા બાદ મો*તને ઘાટ ઉતારી
દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આપને જાણીએ છીએ કે વધતા ગુન્હાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ, તંત્ર તેમજ સરકાર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એમ પણ કહી શકાય છે ગુન્હાઓને અટકાવવા અત્યારે પોલીસ, તંત્ર અને સરકારની સાથે સાથે લોકો પણ સભાન બન્યા છે. લોકોમાં પણ આ નાગે જાગૃતિ આવી રહી છે. ત્યારે દુષ્ક*ર્મ-મ*ર્ડર જેવા ગંભીર ગુન્હામાં સડોવાયેલા આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા ગુહામાં સડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાર્યવાહીઓ કરવામાં આવી છે.
સુરતની સરથાણા પોલીસ દ્વારા એક ચકચારી ગેંગ*રેપ અને મ*ર્ડર ના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્ક*ર્મ આચરવામાં આવ્યું હતું. બાદ તેને પેટ્રોલ નાખી જીવતી સળગાવી દીધી હતી. સગીરાનું સારવાર દરમિયાન ઉત્તરપ્રદેશમાં મોત નિપજ્યું હતું. આ કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે હાલ પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તરપ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગ*રેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે તે દિવસે 16 વર્ષની સગીરાનું ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના ટીમના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવવામાં આવી હતી. મહાવીર નિશાદ નામનો એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો કારીગર આ 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને લઈ આવ્યો હતો.
આ 16 વર્ષની સગીરા પર એલ્યુમિનિયમ ફેક્ટરી ના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને તેના કારીગર મહાવીરે સામૂહિક દુષ્ક*ર્મ આચાર્યું હતું. ત્યારબાદ આ સગીરા તમામ અંગે અન્યને જાણ કરી દેશે તેવી આશંકા જોતા પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી. ગંભીર હાલતમાં સગીરાને જે તે સમયે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનો સુરત આવ્યા હતા અને સગીરાને લઈને વતન યુપી જતા રહ્યા હતા.
સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે બે દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો. ઉત્તર પ્રદેશના જયસિંગપૂર પોલીસ સ્ટેશનમાં આ સગીરાનું અપહરણ ત્યારબાદ સામૂહિક દુષ્ક*ર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી બંને આરોપીઓને શોધખોળ કરી રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને આ બે આરોપીઓ પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું.
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરથાણા પોલીસના મહિલા પીઆઇ એમ બી ઝાલા દ્વારા એક 10 પોલીસ કર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપી વ્રજ ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગરેટ પીવા આવતો હોવાની જાણ થઈ હતી. જેથી સરથાણા પોલીસે વોચ ગોઠવીને 25 વર્ષીય નિક્ષિત ઘરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ઉત્તરપ્રદેશ પોલીસને સોપાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય