સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ. જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફ દ્વારા થાનગઢ તાલુકાના નવાગામ ગામમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. 12,350/- મોબાઈલ નંગ 03, મોટર સાયકલ નંગ 07 સહિત કુલ રૂ. 1,54,350/- ના મુદ્દામાલ સાથે 02 આરોપીઓને પકડી પાડી, નાસી જનાર 04 આરોપી સહિત કુલ 06 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એમ.આર.પલાસ, હે.કો. મદીનખાન, રૂપાભાઇ, વાજસુરભાઈ, હિતેશભાઈ, રામજીભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *થાનગઢ તાલુકાના નવાગામ ગામે સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા આરોપીઓ (1) ભીમાભાઇ સવસીભાઇ ડાભી જાતે ત.કોળી ઉવ. 45 રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા (2) ભાણાભાઇ નાનજીભાઇ ખાવડા જાતે અનુ.જાતી ઉવ. 54 રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 12,350/- તથા મોબાઈલ ફોન નંગ 03 કિંમત રૂ. 7,000/- મોટર સાયકલ નંગ – 07 કિંમત રૂ. 1,35,000/- તથા વરલી મટકાનાં સહિતના કુલ રૂ.1,54,350/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે.
જ્યારે આ રેઇડ દરમિયાન આરોપી (3) પભાભાઇ જાદુભાઇ મગવાણિયા, (4) ગીધાભાઇ ડાયાભાઇ મીઠાપરા, (5) સુરાભાઇ ગાંડાભાઇ મીઠાપરા રહે. ત્રણેય નવાગામ તા. થાનગઢ, (6) નરશીભાઇ માધાભાઇ ડાભી રહે. અમરાપર તા. થાનગઢ નાસી ગયેલ હતા. પકડાયેલ તથા નાસી ગયેલા તમામ 06 આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનના પો.કો. રામજીભાઇ ડુંગરભાઇ પારગીએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ* કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ તપાસ થાનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.આર. પલાસ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.