પોલીસે ત્વરિત કાર્યવાહી કરાવી બાળકનું માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું

ચારેક દિવસ પૂર્વે મોરબીમાં ઘરેથી સ્કૂલે જાવા નીકળ્યા બાદ લાપતા બનેલા બાળકને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અંબાજીથી શોધી કાઢી ગઈકાલે પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરનગર નવાગામનો રહેવાસી મહેશ ઉર્ફે લાલો મનુભાઈ સુરેલા કોળી (ઉ.વ.૧૪ વર્ષ ૭ માસ) વાળો ગત શનિવારના રોજ પોતાના ઘરેથી ગુમ થયો હતો ત્યારે ચિંતાતુર પરિવારે સગીર બાળક ગુમ થતા આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. સગીર બાળકને શોધવા માટે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

દરમિયાન સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જાડેજા તથા તાલુકા પોલીસના પીએસઆઈ આર.ટી. વ્યાસને બાળક અંબાજીમાં હોવાની બાતમી મળતા તુરત જ તાલુકા પોલીસની ટીમ અંબાજી ખાતે રવાના કરી હતી અને બાળકને શોધીને તેના પિતા મનુભાઈ અમરશીભાઈ સુરેલાને સોંપી પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું.વધુમાં સગીર બાળક કોઈની સાથે અંબાજી પહોંચ્યો હતો, કે પછી એકલો અંબાજી કેવી રીતે પહોંચ્યો વગેરે પૂછપરછ તાલુકા પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.