રામ રહીમની કહેવાતી દીકરી હનીપ્રીત લુકઆઉટ નોટિસ આપ્યાના 38 દિવસ પછી મીડિયા સામે આવી હતી.હાલ હનીપ્રીત પોલીસ કસ્ટડીમાં છે. હનીપ્રીતે કરેલા ખુલાસામાં પોતાના પિતા એટલે કે રામ રહીમને નિર્દોષ ગણાવ્યા છે. તેણે પોતાના વિશે કહ્યું છે કે, તે ભાગી નહતી પરંતુ ડિપ્રેશનમાં હતી.
હનીપ્રીતે જણાવ્યું છે કે, ‘તે કોર્ટની મંજૂરીથી રામ રહીમ સાથે રોહતક જેલ ગઈ હતી. ત્યાંથી પણ તે ભાગી નહતી ગઈ પરંતુ ડિપ્રેશનમાં હોવાથી લોકોની સામે નહતી આવી. રામ રહીમને સજા જાહેર કર્યા પછી થયેલી હિંસા અંગે હનીપ્રીતે જણાવ્યું છે કે, તે આ રમખાણોમાં સામેલ નથી. જ્યારે તેના પાપા એટલે કે રામ રહીમ પણ નિર્દોષ છે. પિતાને સજા મળ્યા પછી હું તેમની સાથે જ કોર્ટમાં હતી, તેમની સાથે જ રોહતક જેલમાં ગઈ હતી. તો હું રમખાણોમાં સામેલ હતી જ નહીં. છતાં મને તેમાં આરોપી ગણવામાં આવી છે. મારા પર દેશદ્રોહનો આરોપ નાખવામાં આવ્યો છે.’
મને મીડિયામાં જે રીતે રજૂ કરવામાં આવી છે તે જોઈને હું ખૂબ ડરી ગઈ છું. તેથી હું ડિપ્રેશનમાં જતી રહી હતી. મીડિયામાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને ખૂબ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે લોકોને ડેરા ખાસ માનવામાં આવે છે તે લોકો કઈ જ નથી, તે લોકોને અમારા વિશે કઈ ખબર જ નથી. જે મારા અને પિતાના સંબંધોને ખરાબ રીતે રજૂ કરી રહ્યા છે, તેમની પાસે કોઈ પુરાવા પણ નથી. હું કદી હિરોઈન બનવા જ નહતી માગતી, હું તો આ લાઈનમાં પણ આવવા નહતી માગતી, મારે તો બેક કેમેરા કામ કરવું હતું. મારા વિશે ખૂબ ખોટી અફવા ફેલાવામાં આવી છે. વિશ્વાસ ગુપ્તાના ટોપિક ઉપર મારે કોઈ વાત નથી કરવી. મારા પિતા નિર્દોષ છે, જેમની સાથે શૌષણ થયું છે તે છોકરીઓ પણ સામે આવી નથી. માત્ર એક લેટરના આધારે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.’