સામાન્ય સભા વેળાએજ ટાવરના રવેશ પર ચડીને દોરડે લટકવાના પ્રયાસે જગાવી ચકચાર આંદોલનકારીઓની અટકાયત
ખંભાળીયા નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતી તેર જેટલી મહિલા સફાઈ કર્મચારીને કાયમી કરવામાં ન આવતા આવી મહિલા દ્વારા ગળેફાંસો ખાઈ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સોમવારે અહીં નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. ત્યારે અહી બાજુમાં આવેલ ટાવર ઉપર માંગણીદાર તેર જેટલી મહિલા ટાવર આગળ રહેલા રવેશ પર પહોચી હતી અને ગળામાં દોરડા બાંધી આત્મહત્યા માટે પ્રયાસ કરતા આ સમયે પોલીસ કાફલો પી.એસ.આઈ. ઠાકરીયાના નેતૃત્વ હેઠળ આવી જવાથી પંદર આંદોલન કારીઓની અટકાયત કરવામાં આવી હતી.