- પોલીસ અધિકારીઓ દ્વારા એરિયા ડોમિનેશનની કાર્યવાહી હાથ ધરાઈ
આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસે ફ્લેગ માર્ચ યોજી એરિયા ડોમિનેશનની કાર્યવાહી હાથ ધરી હતી.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024અન્વયે તા. 07 મે ર0ર4ના રોજ રાજકોટ ખાતે મતદાન યોજાનાર છે. ત્યારે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર0ર4 આદર્શ વાતાવરણમાં અને નિષ્પક્ષ, ન્યાયી તથા તટસ્થતાથી યોજાય, સુલેહ શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે પોલીસ જવાનો દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
શહેરના રામનાથપરા, ઘાંચીવાડ, સોરઠીયા પ્લોટ, કુંભારવાડા, જિલ્લા ગાર્ડન, પેલેસ રોડ, લોહાનગર, લોધાવાડ, મનહર પ્લોટ, હાથીખાના, મોચી બજાર, હરિહર ચોક,લીમડા ચોક, યાજ્ઞિક રોડ, વિજય પ્લોટ, રાજપુતપરા જેવા વિસ્તારોમા આર.પી.એસ.એફ જવાનોને સાથે રાખી પોલીસકર્મીઓ દ્વારા ફ્લેગ માર્ચ કરવામા આવી હતી.
પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલ આ ફ્લેગ માર્ચમા એ ડિવિઝન પોલીસણા ઇન્સ્પેક્ટર આર.જી. બારોટ, પી.એસ. આઇ. એમ.કે.મોવલીયા, પી.એસ.આઇ. બી.એચ.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફે એરીયા ડોમીનેશનની કાર્યવાહી કરી હતી.