પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરના અનેક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટોળાને કાબુમાં કરવા માટે હિમાલયા મોલ બહાર પોલીસ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરતા ટોળા દ્વારા અનેક સિનેમાધરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. 1500થી વધારે લોકોના ટોળાએ એ.જી. હાઇવે પર આવેલા PVR સિનેમામાં તોડફોડ કરી છે. અનેક વાહનોને તોડફોડ સાથે કરવામાં આવી છે. થલતેજથી ઇશ્કોન સુધીનો રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યુ છે. PVRસિનેમા પર ટોળાએ પથ્થરમારો કરી કાચ તોડીને નુકશાન કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચીને મામલો શાંત કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ગુરુકુળ રોડ પાસે આવેલા હિમાલયા મોલમાં પણ આગચંપી કરવામાં આવી છે. વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં બાઇક આગચંપીનો બનાવ બન્યો છે.
આગચંપીને કારણે ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અનેક જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સિનેમાઘરમાં ટોળાઓ વિરોધ કરીને પથ્થરમારો તેમજ આગચંપી અને તોડફોડ કરવામાં આવી રહ્યો છે
સૌથી મહત્વની વાત એ છે કે હિમાલયા મૉલમાં જાહેરમાં બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે “અમારા સિનેમામાં પદ્મવાત ફિલ્મ નહીં દર્શાવાય” છતાં અહીં તોડફોડ કરી હતી. જેના કારણે આ પ્રદર્શનોમાં થતી હિંસાને લઈને સવાલો ઊભાં થાય છે.