કોઈ પણ સભ્ય સમાજમાં કોઈ વ્યક્તિની હત્યાનો ઉત્સવ નથી મનાવવામાં આવતો. પરંતુ હિન્દૂ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેએ જે રીતે મહાત્મા ગાંધીની હત્યાનું નાટકીય રૂપાંતર કર્યું તે વિચારવા પર મજબુર કરે છે કે આખરે કઈ પ્રકારની વિચારધારા દેશમાં પેદા થઇ રહી છે. આ ઘટના પછી પોલીસે પૂજા શકુન પાંડેની મંગળવારે અલીગઢથી ધરપકડ કરી છે. તેની સાથે સાથે પૂજાના પતિ અશોક પાંડેની પણ અટક કરવામાં આવી છે. પૂજા આ વીડિયો સામે આવ્યા પછી લાપતા હતી.
હકીકતમાં પોલીસે શકુન અને તેના પતિ અશોક પાંડેની ધરપકડ કરી છે. જો કે, હજુ જગ્યા કન્ફર્મ નથી કે નોઇડામાં ક્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે બંનેને રજૂ કરવા માટે ક્યાં લઈ જવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે અલીગઢમાં અન્ય 12 લોકો સામે કેસ દાખલ કર્યો છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમની હત્યાનો સિન રિક્રિએટ કરનાર હિંદુ મહાસભાના નેતા પૂજા શકૂન પાંડે ભાજપના મહાન નેતાઓ સાથે કામ કરી ચૂક્યા છે, જેમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉમા ભારતી પણ છે.
Aligarh: Hindu Mahasabha’s Pooja Pandey&her husband Ashok Pandey produced before local court. They were arrested from Tappal for recreating Mahatma Gandhi’s assassination. Pooja Pandey says, “No regrets. We have not committed any crime. We have used our Constitutional right.” pic.twitter.com/y02DmO3iNh
— ANI UP (@ANINewsUP) February 6, 2019
એફઆઈઆરમાં હિંદુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા શકુન અને તેમના પતિ અશોક પાંડે સહિત 12 લોકોનું નામ છે. સિનિયર પોલીસ અધિકારી આકાશ કુલ્હારીએ કહ્યું કે મહાત્મા ગાંધીની 71મી પૂણ્યતિથિ પર હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીના પુતળાને ગોળી મારી હતી. આ ઘટના શહેરના નોરંગાબાદ નજીક એક ઘરમાં બની હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ આરોપીઓને પકડવા માટે અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે.
આ ઘટના પછી પૂજા શકુને મીડિયાને જણાવ્યું હતું કે તેના સંગઠને હત્યાનું ‘રિક્રિએશન’ કરવાની નવી પરંપરા શરૂ કરી છે. અને હવે દશેરા પર રાક્ષસ રાજા રાવણના ઉન્મૂલનની જેમ તેનો અભ્યાસ પણ કરવામાં આવશે. નાથૂરામ ગોડસેના સન્માનમાં હિન્દુ મહાસભા મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શૌર્ય દિવસ તરીકે ઉજવે છે.