રામનાથપરા પોલીસ લાઇનમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સંપર્ક સોફટવેરનું લોકાર્પણ, એઇમ્સ હોસ્પિટલ રોડ પર ટ્રાફિક ચોકીનું રિનોગ્રેશન સહિતના વિવિધ કાર્યક્રમ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી બુકનું વિમોચન
મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના તા.2 ઓગસ્ટના રોજ જન્મ દિવસની રાજકોટમાં શાનદાર ઉજવણી થનાર છે. અને લોકોને ઉપયોગી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે શહેર પોલીસ દ્વારા વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
રામનાથપરા પોલીસ લાઇનમાં 310 પરિવાર રહેતા હોવાથી તેઓને લગ્ન પ્રસંગ દરમિયાન સારી સગવડ મળી રહે તે હેતુસર બનાવવામા આવેલા કોમ્યુનિટી હોલનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રામનાથપરા પોલીસ લાઇન ખાતે ઓપન પાર્ટી પ્લોટ પાસે 65 વૃક્ષો વાવવામાં આવનાર છે.
થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું રામનાથપરા ખાતે કરવામાં આવશે, રાજયમાં સૌ પ્રથમ આધૂનિક ટેકનોલોજીના ઉપયોગમાં રાજકોટ શહેર સર્વે પ્રથમ છે. તેમાં સંર્પક સોફવેરનું તા.2 ઓગસ્ટના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સોફવેરની મદદથી વિભાગના હેડ સિધો જ તમામ પોલીસ મથકનું ઓનલાઇન લેટપોટ કે મોબાઇલ દ્વારા મોનિટરીંગ કરી શકશે
રાજકોટ ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાફિક અડચણ ઉભી ન થાય તે માટે આગોતરી તૈયારી કરી એઇમ્સ રોડ પર પોલીસ દ્વારા એઇમ્સ હોસ્પિટલ નજીક બે ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવનાર છે. જેનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનોગ્રેશન કરવામાં આવનાર છે.
કોરોના વાયરસ દરમિયાન શહેર પોલીસ દ્વારા લોક જાગૃતિ લાવવા માટે સ્વચ્છ અને સુરક્ષિત શહેર બની રહે તે માટે નવતર પ્રયોગ કરી સરકારની ગાઇડ લાઇન ચુસ્તપણે પાલન કરાવવા થયેલા પ્રયાસ અંગેની બુક બનાવવામાં આવી છે તેમજ આધૂનિક યુગમાં દિન પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે લોક જાગૃત તેમજ સાઇબર ક્રાઇમના ગુના અટકાવવા માટે સાઇબક ક્રાઇમ અવનેર બુકલેટનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવશે
રાજકોટ શહેરમાં નશીલા પર્દાથના વેચાણ અને હેરફેર કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે નાકોર્ટિક સેલ માટે સ્ટ્રેન્થની ફાળવણી કરવામાં આવી છે જે નાકોર્ટિક સેલની મુખ્ય મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે.શહેરમાં બાળકોને ઉઠાવી તેઓ પાસેથી મજુરી, ભીખ મગાવવી અને અન્ય વ્યવસાયમાં ધકેલી દેવાના ગંભીર ગુના અટકાવવા તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા શખ્સો સામે સખ્ત પગલ લેવા માટે એન્ટી હ્મુમન ટ્રાફિકીંગ યુનિટનો પ્રારંભ કરવામાં આવનાર છે.
કોરોના મહામારી દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફના થયેલા અવસાન અંતર્ગત મૃતકના પરિવારજનોને રૂા.25 લાખનો ચેક મુખ્ય મંત્રીના હસ્તે આપવામાં આવશે. તેમજ પોલીસને મદદરૂપ થયેલા અને ગુના અટકાવવા જાગૃતિ દાખવનારનું મુખ્ય મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે, નારી ગૌરવ દિન અંતર્ગત તા. 4 ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર કચેરી અને પોલીસ મથક ખાતે મહિલા ઉત્ક્રષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, વ્યંજકવાદ વિરૂધ્ધ તા.6 ઓગસ્ટના રોજ શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવનાર છે.
તા.7 ઓગસ્ટ શહેર પોલીસ દ્વારા વિકાસ દિવસ અંતર્ગત સાઇબર ક્રાઇમ અવનેશ કાર્યક્રમ રાખ્યો છે. જેમાં સાઇબક ક્રાઇમના ગુના બનતા અટકાવવા કોલેજના યુવાનો સાથે સાઇબર ક્રાઇમ અંગે ડેમો યોજી નાણાકીય સ્કીમ કંઇ પ્રકારની લોભાણી સામે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજવામાં આવનાર છે.