માનસીક અસ્થિર હોવાને કારણે જવાને હત્યા કર્યાનો પોલીસનો દાવો
દિલ્હીથી ૮૦ કી.મી. દુર આવેલા હરિયાળાના પાલવાલમાં એક પૂર્વ આમી ઓફીસરે ૩ ફુટની લોખંડના ડંડાથી ૬ લોકોને મોતના ઘાટ ઉતારી ઉન્માદ સર્જયો હતો. જેની ગઇકાલે દિલ્હીની હોસ્પિટલ ખાતે મગજની સર્જરી કરવામાં આવી હતી. પૂર્વ આર્મી ઓફીસર માનસીક અસ્થિર હોવાની શંકા છે.
તેની હાલત ગંભીર થતા સર્જરી બાદ પોલીસે તેને આરોપી જાહેર કર્યો હતો. આ ઘટના તા.ર રાતના અઢીથી સાડા ત્રણ વાગ્યાની છે. પાલવાલમાં રહેલી હોસ્પિટલમાં નરેશ ધાંકડ સીસી ટીવીમાં લોખંડની રોડ સાથે દેખાયો હતો તેનો શિકાર ૩૫ વર્ષની મહીલા, હોસ્પિટલનો સિકયોરીટી ગાર્ડ સહીતના બહારના ભિક્ષુકો બન્યા હતા. એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે ધાંકડને લોહીતી ગાંઠો થઇ ગઇ હતી. અને હજુ તે સંપૂર્ણપણે ભાનમાં આવ્યો ન હતો. હવે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે હજુ ધાંકડ સ્ટેટમેન્ટ આપવા માટે અક્ષમ નથી તે હાલ દિલ્હીની સફદજંગ હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલની બહાર રોડ બંધ કરી વિરોધ કર્યો હતો.
જો કે સરકારે તેમના પરિવારજનોને ૩ લાખની સહાય કરી છે. પાલવાલ કોંગ્રેસના એમએલએએ જણાવ્યું હતું કે પરિવારજનોને ખુબ જ ઓછી રકમ આપી તેનું અપમાન કરવામાં આવ્યું છે કારણ કે તેમણે પોતાના અન્ન માટે કમાઉનારોને ગુમાવ્યા છે.