એટીકેટીના કારણે હોસ્ટેલ ખાલી કરવાની તાકીદ કરતા વિઘાર્થીએ ૧૧માં માળેથી પડતું મુકયું
મારવાડી યુનિવર્સિટીમાં bca માં અભ્યાસ કરતાં વિઘાર્થીને ડિટેન કરાતા વિઘાર્થીની હાલક કફોડી બની હતી. હોસ્ટેલનો રૂમ ખાલી કરવાની તાકીદ થતાં વિઘાર્થીએ પોતાને મરવા જેવું થશે તેવી વિનંતી કરી હતી, પરંતુ પ્રોફેસર ‘તો મર’ તેમ કહેવા વિઘાર્થીએ હોસ્ટેલના ૧૧માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
જુનાગઢનો વતની અને રાજકોટમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં બેસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા નીલ હિરેનભાઇ ઠકકરે (ઉ.વ.૧૯) બુધવારે સાંજે હોસ્ટલના ૧૧મા માળે પોતાના રૂમની બારીમાંથી પડતું મુકયું હતું. નીલે ૧૧માં માળેથી કૂદકો મારતા વિઘાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા હતા અને નીલને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે તેનું મોત નિપજયું હતું. નીલ ઠકકરની સાથે જ રૂમમાં દર્શ નામના વિઘાર્થીએ જણાવ્યું હતું કે નીલને એટીકેટી હોવાથી તેમજ ગેરહાજરીને કારણે તેને ડિટેન કરવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટીના નિયમાનુસાર જે વિઘાર્થીને ડિટેન કરવામાં આવે તેને હોસ્ટેલમાંથી પણ છૂટો કરવામાં આવે છે. ડિટેન થતા તેમજ હોસ્ટેલમાંથી રૂખસદ મળવાની ભીની ઊભી થતાં નીલ ઠકકરે બીસીએના ડીન શ્રીધરનને તેને ડિટેન નહીં કરવા રજુઆત કરી હતી. અને આવું થશે તો તેને મરવા જેવું થશે તેમ કહ્યું હતું. નીલની રજુઆત બાદ પ્રોફેસર-ડીન શ્રીધરને મરવું હોય તો મર તેમ કહેતા નીલ નાસી પાસ થઇ ગયો હતો અને બુધવારે સાંજે નીલ, દર્શ તથા અન્ય એક વિઘાર્થી રૂમમાં હતા ત્યારે અચાનક જ નીલે રૂમની બારી પરથી પડતું મુકયું હતું. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નીલ ઠકકર જુનાગઢનો વતની હતો અને તેના પિતા વેપાર કરે છે.
રૂમ પાર્ટનરોએ જણાવ્યું હતું કે ડિટેન થવાને કારણે તેમજ પ્રોફેસર સાથેની વાતચીત બાદ નીલ ગુમસુમ રહેતો હતો. બુધવારે સાંજે નીલે તેના પિતા હિરેનભાઇ ઠકકર સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. પિતા સાથે વાતચીત કર્યા બાદ દર્શ સહીતના રુમ પાર્ટનર હાજર હતા ત્યારે તેમની નજર સામે જ નીલે દોડી ને રુમની બારીમાંથી કૂદકો મારી દીધો હતો. પુત્ર સાથે વાત થયાની હજુ પાંચ મિનીટ પણ વતી નહોતી ત્યાં પુત્રે આપઘાત કર્યાના સમાચાર પિતા હિરેનભાઇને મળતા તેઓ એક તબકકે વાત માનવા તૈયાર નહોતો.