ટેકનોસેવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ
54 વર્ષ પુરા કરી 55માં વર્ષમાં પ્રવેશ કરતા મનોજ અગ્રવાલ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળી તેમજ રંગીલા રાજકોટવાસીઓને સેઇફ રાખવા વિવિધ એપ્લીકેશનના માધ્યમથી ગુંનાખોરીઓનો ઝડપી ભેદ ઉકેલ્યા છે તેમજ ટોળકી બનાવીને આચરતી ગુન્હાખોરીને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા સુધારા કરાયેલા કાયદા અંતર્ગત ગુજશીટોક અને લેન્ડ ગ્રેબીંગ જેવા કાયદાના શસ્ત્રનો ઉપયોગ કરી ચરમબંધીઓને જેલ ભેગા કર્યા છે.
સામાકાંઠાની સોનાના શો-રૂમમાં કરોડોની લૂંટમાં આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી હતી. કોરોનાની મહામારીમાં જોઇન્ટ એન્ફોર્સમેન્ટની રચના કરી કોરોનાની મહામારીને કાબૂમાં લીધી અને ઉત્તમ કામગીરી કરી સાથેસાથે માનવીય સંવેદના પણ દાખવી હતી.
રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં ઘટાડો કરવા બદલ રાજકોટ શહેર પોલીસ દ્વારા અકસ્માત અટકાવવા માટે લીધેલા પગલાંના સ્વરૂપમાં ગુન્હાઓમાં થયેલા ઘટાડાથી ગુજરાત રોડ સેફ્ટી 2020-21 તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટૂંકા સમયગાળામાં જ રાજકોટવાસીઓના હૃદયમાં સ્થાન હાંસલ કરનાર મનોજ અગ્રવાલ મુળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓએ માસ્ટર ઓફ ટેકનોલોજી (એમ.ટેક.)નો અભ્યાસ કરી 1991ની બેન્ચમાં આઇપીએસ અધિકારી બન્યા છે.
તેઓએ રાજ્યના ગૃહ સચિવ, સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ડીઆઇજી, ભૂજ બોર્ડર રેન્જ, અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જન્મ દિવસ ‘અબતક’ પરિવાર શુભેચ્છા પાઠવે છે. તેમના મોબાઇલ નંબર 99784 06297 પર રાજ્યભરના પોલીસ અધિકારીઓ સવારથી જ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
પહેલા નોરતે બાળકી “અંબા” હેડક્વાર્ટરમાં “અંબે માતાજી” ના આશિર્વાદ મેળવશે
દુનિયાભરમાંથી જેના શ્વાસ માટે પ્રાર્થનાઓ અને દુઆઓ થઇ રહી હતી તે રાજકોટની ’અંબા’બાળકી ટૂંક સમયમાં ઇટલી પહોંચશે.પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ અંબે માતાજીના મંદિરમાં બાળકીને પહેલા નોરતે અંબે માતાજીના આશીર્વાદ અપાવવાનો નિર્ણય અગ્રવાલ દંપતિએ કર્યો છે.અંબા બાળકીની સતત સારસંભાળ રાખી અગ્રવાલ દંપતીએ તેને નવજીવન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે જનેતાએ તરછોડાયેલી દીકરી ’અંબા’ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
વિશ્ર્વભરમાંથી આ લાડકવાયી દીકરી માટે ઇશ્ર્વર સમક્ષ પ્રાર્થના થતી હતી અને તેને બચાવવાના ખર્ચ માટે સહાયનો ધોધ પણ વહ્યો હતો.અગ્રવાલ દંપતીએ આ બાળકીને દત્તક લઈ અંબા નામ આપ્યું હતું.મહિનાઓની લાંબી સારવાર બાદ અંબાને બચાવી લેવાઇ હતી. ત્રણ મહિનાની અંબાને કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. સૌ કોઇની લાડકવાયી અંબાને હવે માતાની મમતા અને પિતાનો પ્રેમ મળવા જઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના સ્નેહ સાથે ઉછરેલી ’અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇટલીના એક દંપતીએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં આ બાળકી ઇટલી પહોંચશે. મહત્વનું છે કે, આ દંપતીએ પોતાનું પહેલું બાળક પણ ભારતમાંથી જ દતક લીધું છે અને અંબાને આ દંપતી હવે દતક લેશે.ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દંપતી એ આ બાળકીને માતા પિતાથી વિશેષ પ્રેમ આપી “અંબા”નામ આપ્યું હતું.