રાજકોટથી જૂનાગઢ જવા નીકળેલી યુવતીની લોધીકાના ખાંભા પાસેથી મળેલી લાશ અંગે અંકોડા મેળવવા મથામણ: મૃતકને છેલ્લો કોલ કોણે કર્યો, કોલ ડીટેઈલ પોલીસે કઢાવી
જામનગર રોડપર આવેલા પરાસર પાર્કમાંથી જૂનાગઢ જવા નીકળેલી યુવતિની લાશ લોધીકાનાખાંભા પાસેથી મળી આવ્યા બાદ લોધીકા પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડીટેઈલના આધારે હત્યાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ મૂળ જૂનાગઢના ટીબાવાડી બાયપાસ રોડ પર રહેતી અને છેલ્લા દોઢેક મહિનાથી રાજકોટના જામનગર રોડ પર આવેલા પરાસર પાર્કમાં બાવાજી પરિવારની સગર્ભા માટે રૂા.૬ હજારના પગારમા આયા તરીકે કામ કરતી કીરણબેન કિશોરભાઈ પરમાર ઉ.૩૫ નામની ખવાસ મહિલા બે દિવસ પહેલા રાજકોટથા જૂનાગઢ જવા નીકળ્યા બાદ લોધીકાના ખાંભા-રીબડા રોડ પર આવેલી વાડી પાસેથી ગળે ટુપો આપી હત્યા કરાયેલીલાશ મળી આવતા અને આ અંગેની જાણ લોધીકા પોલીસના પીએસઆઈ એચ.એમ. ધાધલ ને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. અજાણી યુવતિની હત્યા કરાયેલી લાશ મળતા લોધીકા પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા એસપી બલરામ મીણાએ જીણવટ ભરી તપાસ કરવા અંગે આદેશ કરાતા એલસીબીની ટીમના પીઆઈ એમએન રાણા સહિતનાસ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તેદરમ્યાન મૃર્તક યુવતિના વાલી વારસની ભાળ મળતા તેના ભાઈ જયંત કિશોરભાઈ પરમારએ લાશનો કબ્જો સોપ્યો હતો.
હત્યા કરાયેલી યુવતિ કિરણ પરમારનો મોબાઈલ નંબર તેના ભાઈ પાસેથી પોલીસને મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મોબાઈલ ડીટેઈલ તથા સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.
રાજકોટથી જૂનાગઢ જવા નીકળેલી યુવતિને છેલ્લે કેટલા લોકોએ ફોન કર્યા તથા તેણીને ગોંડલ રોડ પરથી લોધીકા તરફ અવાવરૂ સ્થળે લઈ જનાર કોણ છે તે અંગે પોલીસે મૃર્તકના કોલ ડીટેઈલ કઢાવી છેલ્લે કોણે કોણે ફોન કર્યો તે શંક મંદોની તપાસ હાથ ધરી છે.