આજથી સવા મહિના પહેલા ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટમાં સ્પા ચલાવતાં ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યાના કેસમાં ફરાર હત્યારાઓને પોલીસે હરિદ્વારથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં ફરાર ત્રણેય આરોપી હરિદ્વારમાં ગંગાઘાટ પર બેઠા હોવાની બાતમીના આધારે પોલીસ ટીમ વેશ પલટો કરી ત્યાં પહોંચી હતી. ત્યારબાદ આરોપીને દબોચી પરત લાવવામાં આવ્યા હતા.
રાજકોટમાં 50 ટકા જેટલાં સુપર સ્પ્રેડરોએ કોરોનાની વેકસીન લીધી જ નથી…!!!
પ્રાપ્ત વિગત પ્રમાણે ગોંડલમાં આવેલી સૈનિક સોસાયટીમાં તારીખ 25 એપ્રિલના રોજ 21 વર્ષિય અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની સૈનિક સોસાયટીમાં જ રહેતા જયવિરસિંહ જયદિપસિંહ જાડેજા, સચીન રસીક ધડુક તથા તીરુમાલા સોસાયટીમાં રહેતા વિવેક ઉર્ફે ટકો મહેન્દ્ર બારડ નામના ત્રણ શખ્શોએ તિક્ષ્ણ હથિયારના 30થી વધુ ઘા મારી હત્યા કરી હતી. હત્યા બાદ ત્રણેય આરોપી ફરાર થઇ ગયા હતા.
બાદમાં પોલીસને બાતમી મળી કે ત્રણેય આરોપી ઉત્તરાખંડના હરિદ્વારમાં છૂપાયા છે. બાદમાં DySP પ્રતિપાલસિંહ ઝાલા, પીઆઇ સંજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસના PSI ડી.પી ઝાલા. હેડ. કોન્સ્ટેબલ રાજદિપસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચૌહાણ, હરેન્દ્રસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, રુરલ ક્રાઇમ બ્રાંચના પ્રહલાસિંહ, રુપકબહાદુર સહિતની પોલીસ ટીમ હરિદ્વાર દોડી ગઇ હતી. જ્યાં હરિદ્વારમાં ભારત માતાના મંદિર પાસે પાંચમાં ઘાટ પર બેઠેલા આરોપીઓને વેશ પલટો કરી દબોચી લીધા હતા.
બનાવની વિગત એવી છે કે ગત જાન્યુઆરી મહિનામાં ગોંડલનાં રામદ્વાર પાસે એસટી બસ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે જયવિરસિંહ સહિતના શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે મૃતક અજયસિંહે પોલીસને બાતમી આપી હોવાનો ખાર રાખી આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. બાદમાં પથ્થર સાથે મૃતદેહને દોરડાંથી બાંધી નાગડકા રોડ પર કુવામાં ફેંકી દીધો હતો.