૨૦ પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ : ૨૫ બાઈક ડિટેઇન : ૪૫ની પૂછપરછ
મોરબી કન્યા છાત્રાલય પાસે છેલ્લા ઘણા સમયથી રોમિયાઓનો ત્રાસ હતો. બહારગામથી કન્યા છાત્રાલયે અભ્યાસ અર્થે આવતી વિધાર્થીઓની આવારા તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પોલીસે આ વિસ્તારમાં રોમિયાગીરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
મોરબીના કન્યા છાત્રાલય પાસે છેલ્લા કેટલાક સમયથી રોમિયાઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ રોમિયાઓ ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી વાહન ચાલકોને પણ અડચણરૂપ બનતા હોવાની રાવ હતી. આ આવારા તત્વો ખુલ્લે આમ વિધાર્થીઓની પજવણી કરતા હતા.
જેના પગલે પીએસઆઈ ગોસાઈ સહીતના સ્ટાફે કન્યા છાત્રાલય રોડ પરથી રોમીયોગીરી કરતા બે આવરા તત્વોને રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કન્યા છાત્રાલય રોડ પર રોમિયાઓ બેફામ થયા હોવાની ફરિયાદના પગલે તા.૨૭ થી પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી સહિત ૨૦ પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં હરકતો કરતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત ૨૫ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા. સાથે ૪૫ યુવાનોને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.