બળાત્કાર અને મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવણી
શહેરના આજી ડેમ વિસ્તારમાં સગીર બાળા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સ આસિફ ઉર્ફે ગંધારાની પોલીસે ધરપકડ કરાતા પોલીસને ચકમો દઇ ફરાર થઇ ગયા બાદ તેની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેલનાથ સોસાયટીના આસિફ ઉર્ફે ગંધારો સુલેમાન શમા નામના શખ્સ સામે અનેક ગુનામાં લાંબો સમય જેલમાં રહ્યા બાદ છુટી આજી ડેમ પાસે સગીર બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં ધરપકડ થઇ હતી.
આસિફ ઉર્ફે ગંધારાના મેડિકલ ચેકઅપ માટે ત્રણેક માસ પહેલાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તે પોલીસને ચકમો દઇ ફરાર થઇ ગયો હતો. આસિફ ઉર્ફે ગંધારો આજી ડેમ પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
આસિફ ઉર્ફે ગંધારો સુલેમાન શામા, તેનો ભાઇ ટમલો અને તેના પિતરાઇ શબ્બીર વલીમહંમદ શમા નામના શખ્સોએ બે દિવસ પહેલાં અંકુર સોસાયટીની નુરજહા હાસમભાઇ રાવકેડા નામની મહિલાને ફરિયાદ પાછી ખેચવાના પ્રશ્ર્ને ઝઘડો કરી ખૂનની ધમકી દીધાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.