મરીન પી.એસ.આઇ. રાજા કરમટાનો તમામ ગરબીઓમાં મોડી રાત સુધી રાઉન્ડ કલોક વીઝીટ
ઓખા સદીયો પુરાના માતાજીના મંદીરો તથા આધુનીક ગરબી મંડળો દ્વારા ઓખામાં ૧ર જેટલા સ્થળો પર ખુબ જ ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવ મનાવવામાં આવે છે. હમણા છેલ્લા બે વર્ષથી લેભાગુ અને લુખ્ખા તત્વો દ્વારા આ ગરબીને બંધ કરાવા અને ખેલૈયાઓની લાગણી દુભાવવા ના હીન પ્રયાસો ચાલી રહ્યા છે. જે ને ઘ્યાને લઇ ઓખા મરીન પોલીસ સાથે ગરબી અયોજકો પણ સર્તક બન્યા છે. તેમાંગે આ વર્ષે ઓખાની સવથી પ્રાચીન ગરબી લહેરીમાતાની ગરબી બંધ કરી દેવાના ખોટા સમાચારથી ગરબી આયોજકો અને લોકોમાં રોષ ફેલાયો હતો.
ત્યારે આજે ઓખાની તમામ ગરબીઓની પી.એસ.આઇ. રાજા કરમટાએ વિઝીટ લઇ તપાસ કરી હતી. ત્યારે ઓખાની તમામ ગરબીઓમાં હોમગાર્ડ તથા પોલીસ સ્ટાફ સ્ટેડબાઇ હાજર જોવા મળ્યો હતો. તમામ ગરબીઓમાં ચુસ્ત સુરક્ષા જોવા મળી હતી. અને તમામ આયોજકો ને નોરતા શરુ થયા પહેલા મીટીંગમાં બોલાવી તમામને પોલીસ સ્ટેશન સાથે પોતાના મોબાઇલ નંબર પણ આપેલ હતા. અને તમામ ગરબીઓમાં પુરતો પોલીસ સ્ટાફ આપવા પણ બાહેધરી આપી હતી. અને દરરોજ તમામ ગરબીઓમાં પી.એસ.આઇ. રાઉન્ડ ધ કલોક વિઝીટ પણ રખે છે. આમ આ વર્ષે મરીન પોલીસ સાથે હોમગાર્ડની સુરક્ષાના કાર્યને ગરબી આયોજકો સાથે વેપારીઓ એ બીરદાવી હતી.