- ડીવાયએસપી નયના ગોરડીયા સહિતના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે જામનગર શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ સહીતની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી નયના ગોરડીયા સહિતના અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી આવારા તત્વો સામે લાલ આંખ કરી હતી.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનાં રોજ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી બંધાણીઓ દારૂ સહિતનો નશો કરતા હોય છે ત્યારે જામનગરમાં નશાકીય પદાર્થોની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંની સૂચનાથી ડીવાયએસપી નયના ગોરડીયા સહિતના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકીંગ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, નશાકીય પદાર્થની હેરાફેરી રોકવા ચેકીંગ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.